ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : 21 હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવનાર રોનક ધોળિયા ઝડપાયો

SURAT : સુરતના હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થયેલા મુખ્ય આરોપી રોનક ધોળિયાને આખરે સુરત પોલીસની ઈકોનોમિક ઓફેન્સ સેલ (ઈકો સેલ)એ ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ જિતેન્દ્ર કાસોદરીયા, કૌશિક સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ રોનક ધોળિયા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આ ગુનો ફેબ્રુઆરી-માર્ચ 2025ના ટૂંકા ગાળામાં બન્યો હતો. રોનક ધોળિયા અને જિતેન્દ્ર કાસોદરીયાએ કતારગામની વસ્તાદેવડી રોડ પર બે અલગ-અલગ પેઢીઓ મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સ LLP ફોર્મેટમાં શરૂ કરી હતી.
06:45 PM Dec 04, 2025 IST | Mujahid Tunvar

SURAT : સુરતના હીરા વેપારીઓને કરોડોનો ચૂનો લગાવીને ફરાર થયેલા મુખ્ય આરોપી રોનક ધોળિયાને આખરે સુરત પોલીસની ઈકોનોમિક ઓફેન્સ સેલ (ઈકો સેલ)એ ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ જિતેન્દ્ર કાસોદરીયા, કૌશિક સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ રોનક ધોળિયા 8 મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

આ ગુનો ફેબ્રુઆરી-માર્ચ 2025ના ટૂંકા ગાળામાં બન્યો હતો. રોનક ધોળિયા અને જિતેન્દ્ર કાસોદરીયાએ કતારગામની વસ્તાદેવડી રોડ પર બે અલગ-અલગ પેઢીઓ મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સ LLP ફોર્મેટમાં શરૂ કરી હતી. બંનેએ પોતાની વિશ્વસનીયતા બનાવવા હીરા વેપારીઓમાં ભરોસો કેળવ્યો અને એલબી (લાઇટ બ્રાઉન) કેટેગરીના હીરાની મોટી ખરીદી કરી હતી. ઠગ રોનક ઘોળિયાએ 21 વેપારીઓ પાસેથી કુલ 8.20 કરોડ રૂપિયાના હીરાની ખરીદી કરી હતી. તેમજ પૈસાની ચુકવણી કરવાના નામે ચેક આપ્યા, જે બધા બાઉન્સ થયા હતા.

જ્યારે વેપારીઓએ પૈસા માંગ્યા ત્યારે બંને ભાગીદાર ગાયબ થઈ ગયા. આ મામલે ભોગ બનેલા વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી, જેના પગલે કમિશનરે આ કેસ ઈકો સેલને સોંપ્યો હતો. ઈકો સેલની ટીમે તપાસના અંતે અલગ-અલગ સમયે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, અને આજે મુખ્ય સૂત્રધાર રોનક ધોળિયાને પણ હાથ લગાવ્યો છે. પોલીસે તેની પાસેથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા કબજે કર્યા છે.

આ કેસમાં હવે કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધ ચાલુ છે. ઈકો સેલના અધિકારીએ જણાવ્યું કે, “રોનક ધોળિયા આ કેસનો માસ્ટરમાઈન્ડ હતો. તેની ધરપકડથી આખા કેસનું રહસ્ય ખુલશે અને પીડિત વેપારીઓને ન્યાય મળવાની આશા જાગી છે.”

આ પણ વાંચો- Kheda માં પાકિસ્તાની જાસૂસીનો પર્દાફાશ; હનીટ્રેપમાં ફસાવી આર્મીના ગુપ્ત દસ્તાવેજ ચોરવાનું ષડયંત્ર

Tags :
Diamond TheftEco CellRonak DholiyaRonak Dholiya ArrestSurat Diamond Fraud
Next Article