ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

surat: ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના ઉપવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા...
09:48 AM Jun 29, 2023 IST | Hiren Dave
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના ઉપવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા...

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના ઉપવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા મળે છે. સુરતના રાંદેર અને કતારગામ વચ્ચે વાહનવ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી છે.

 

સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, સુરત, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.

 

વીરમગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદના વીરમગામમાં ચોમાસાના પહેલા વરસાદમાં જ અનેક વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાઇ ગયા છે. શહેરના ભરવાડી દરવાજા, નાના મોટા પરકોટા વિસ્તારમાં ઘૂટણસમા પાણી ભરાઇ હોવાની ઘટના સામે આવી છે. પરકોટા વિસ્તારમાં 10થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવ્યુ છે. 1 ઇંચ વરસાદમાં જ પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આપણ  વાંચો -દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

 

Tags :
gujarat raingujarat weather forecastIMDMonsoon 2023Surat
Next Article