"....તો પાટીદારોના રાજકારણનો અંત આવશે" ભાજપ નેતા Varunbhai Patel એ નિસાસો નાખ્યો, Alpeshbhai Kathiria નું સમર્થન
- ભાજપના પાટીદાર નેતા વરુણભાઈ પટેલે (Varunbhai Patel) નિસાસો નાખ્યો
- 'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે’
- વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશભાઈ કથીરિયાનું સમર્થન
- પાટીદારો સહિત અન્ય સમાજ ને EWS મળવું જોઈએ:અલ્પેશભાઈ કથીરિયા
- ભાજપમાં અગ્રણી અને પાટીદાર નેતા વરુણભાઈ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ
Surat: ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના 10 ટકા અનામતનો લાભ પાટીદાર સમાજને નહીં મળે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદારોનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાશે અને તેમના રાજકારણનો અંત આવી જશે, એવો ગંભીર દાવો ભાજપના પ્રભાવશાળી પાટીદાર નેતા તથા પાટીદાર અનામત આંદોલનના અગ્રણી વરુણભાઈ પટેલે (Varunbhai Patel) કર્યો છે. આ નિવેદનને પાટીદાર સમાજના અન્ય નેતા અલ્પેશભાઈ કથીરિયાએ પૂરેપૂરું સમર્થન આપ્યું છે.
પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલની (Varunbhai Patel) પોસ્ટથી રાજકારણ ગરમાયું
મળતી માહિતી મુજબ પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, “તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે. આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે.વરુણ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં ઇડબલ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે ,દૂરબિન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય,આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે.”
મહેસાણા દૂધસાગર ડેરીના મતદારોનું લિસ્ટ લિસ્ટ પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ ઉપર કાતર ફરી 😡સહકારી ક્ષેત્રે પાટીદાર નો રાજકીય રકાશ 😌 જો આવનાર સમય માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પેલા EWS લાગુ કરવામાં નઈ આવે તો, પાટીદારો ના રાજકીય પતન ની સરૂઆત થઈ જશે, અને દૂરબીન લઈ ને જોશો તોય 😒 ??? pic.twitter.com/KZQ45N0HY7
— Varun Patel (@varunpateloffic) November 29, 2025
વરુણભાઈ પટેલને અલ્પેશભાઈ કથીરિયાનું સમર્થન
વરુણભાઈ પટેલના આ નિવેદનને પાટીદાર નેતા અલ્પેશભાઈ કથીરિયાએ સમર્થન આપતાં કહ્યું કે, “પાટીદારો સહિત અન્ય સમાજને પણ EWSનો લાભ મળવો જોઈએ. આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. EWS લાગુ થાય તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર સમાજને મોટો ફાયદો થશે.”
રાજકારણમાં ગરમાવો
આ મુદ્દો હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે પાટીદાર સમાજ ગુજરાતમાં ભાજપનો મજબૂત પાયો ગણાય છે અને EWSના અમલીકરણનો મુદ્દો સીધો સમાજના રાજકીય પ્રતિનિધિત્વ સાથે જોડાયેલો છે. આવનારા દિવસોમાં આ મુદ્દે પાટીદાર સમાજ શું કરે છે તે જોવું રહ્યું...
આ પણ વાંચો: Mehsana: મહેસાણા દૂધસાગર ડેરીમાં સત્તાના સોગઠા ગોઠવાયા


