Suratની ડાયમંડ કંપની ચાર મહિના બંધ રાખવાની જાહેરાતથી ખળભળાટ
- સુરતની મારુતિ ઇમ્પેકસ ડાયમંડ કંપની ત્રણ ચાર મહીના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ
- "બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય"
- સુરત અને સૌરાષ્ટ્રમાં 15 હજારથી વધુ કર્મચારીને અસર થશે
- કંપનીના માલિક સુરેશ ભોજપરાને બ્રેઇન સ્ટોક આવ્યો છે
- તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે એમ નથી
Diamond company of Surat : સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ (Diamond company of Surat)માં ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની મારુતિ ઇમ્પેકસ ડાયમંડ કંપની ત્રણ ચાર મહીના બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે અને આ બાબતે એક મેસેજ પણ વાયરલ થયો છે જેમાં જણાવાયું છે કે "બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય"
"બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય"
હાલ મંદીના માહોલ વચ્ચે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ચોંકાવી દે તેવો એક મેસેજ વાયરલ થયો છે જેમાં મારુતિ ઇમ્પેકસ ડાયમંડ કંપની ત્રણ ચાર મહીના બંધ રાખવાના નિર્ણય કરાયો હોવાનું જણાવાઇ રહ્યું છે. મેસેજમાં જણાવાયું છે કે "બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય". સૌરાષ્ટ્ર અને વિદેશમાં જાણીતી એવી મારુતિ ઇમ્પેકસ ડાયમંડ કંપનીનો આવો મેસેજ વાયરલ થતાં હિરા ઉદ્યોગમાં ભારે ચકચાર જગાવી છે.
આ પણ વાંચો---Deepika Patel Suicide Case:ચિરાગ સોલંકીનો ચોંકાવનારો ખુલાસો
કંપનીના માલિક સુરેશ ભોજપરાને બ્રેઇન સ્ટોક આવ્યો છે
"બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય" તેવો મેસેજ વાયરલ થયો છે જેના કારણે સુરત અને સૌરાષ્ટ્રના 15 હજારથી વધુ કર્મચારીને અસર થશે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. કંપનીના માલિક સુરેશ ભોજપરાને બ્રેઇન સ્ટોક આવ્યો છે અને તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે એમ નથી તથા તેમનો કોઈ ભાગીદાર પણ નથી અને તેમને સાજા થતા 4 મહિના જેટલો સમય લાગે તેમ છે તેમ જાણવા મળે છે. હાલ પુરતી 3થી 4 મહિના માટે કંપની બંધ રહેશે તેમ જણાવાયું છે.
આ પણ વાંચો----Surat Police માં મોટા ફેરફાર! એક સાથે 12 PI ની બદલી કરાઈ, વાંચો સંપૂર્ણ લિસ્ટ


