Surendranagar: લીંબડીમાં ડીઝલના કેરબા ઉતારતી વખતે દુર્ઘટના, મકાનમાં આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા
- લીંબડીના રળોલ ગામે રહેણાંક મકાનમાં અને પિકઅપ વાનમાં આગનો મામલો
- 1 બાળક સહિત 4 વ્યક્તિના મકાનમાં આગ લાગતા મોત નિપજયા
- તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- ફાયર ફાયટર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
Surendranagar:સુરેન્દ્રનગરના (Surendranagar)લીંબડીના રળોલ ગામે પીકઅપ વાન(Pick up Van) અને રહેણાંક મકાનમાં આગ લાગવા(Fire in House)ની ઘટના ઘટી હતી. રહેણાંક મકાનમાં આગમાં 5 વ્યક્તિઓના મોત થયા હતા. પીકઅપ વાનમાંથી ડિઝલના (Diesel)કેરબા ઉતારતા સમયે આગ લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે.
લીંબડીના રળોલ ગામે લાગી ભીષણ આગ,5ના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામ ખાતે આગ લાગવાની ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ડીઝલ ભરેલી પિકઅપ કારમાં લાગી આગ હતી. આ પછી આગ વિકરાળ બનતા નજીકના મકાનોમાં આગ પ્રસરી હતી. આ ઘટનામાં ઘરની બહાર પાર્ક કરેલી કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો-Ahmedabad: પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 16 વર્ષે આવ્યો ચુકાદો...10ને ફટકારી આજીવન કેદ
કાબૂમાં મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી
આગ વધુ વિકરાળ બનતાની સાથે ગ્રામજનોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ પછી લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ સહિત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને આગને કાબૂમાં મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી. સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો-Gandhinagar News:મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય, આ કર્મચારીઓને થશે લાભ
આ બનાવમાં એક બાળક, મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે આગમાં ફસાયેલા અન્ય લોકોની બચાવ કામગીરી ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ, ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું. જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


