સુરેન્દ્રનગરમાં માજી જિ. પં. સદસ્ય મોહન ડાભી અને પુત્ર સામે ખનનનો આરોપ, ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
- Surendranagar જિ. પં.ના માજી સદસ્ય પર ખનનનો આરોપ
- મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે આક્ષેપ
- ચોટીલાના મોટી મોલડી ગામેથી તાસનું ખનન ઝડપાયું
- ડે. કલેક્ટરે એક કરોડ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર (Surendranagar ) જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન (Illegal Mining) ઝડપાયું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના માજી સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે.
Surendranagar માં ખનન મામલે કરાઇ મોટી કાર્યવાહી
નોંધનીય છે કે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર સક્રિય થયું છે, જેના ભાગરૂપે ડેપ્યુટી કલેક્ટરની આગેવાની હેઠળની ટીમે મોટી મોલડી ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. આ સ્થળેથી ગેરકાયદેસર રીતે તાસનું મોટા પાયે ખનન થતું હોવાનું માલૂમ પડ્યું હતું.ડેપ્યુટી કલેક્ટરે સ્થળ પર જ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા ₹1 કરોડ અને 10 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્તીમાં મોટા ટ્રકો, ટ્રેક્ટર્સ અને ખનન માટે ઉપયોગમાં લેવાતા અન્ય સાધનોનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિ. પં.ના માજી સદસ્ય પર ખનનનો આરોપ
મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભી સામે આક્ષેપ
ચોટીલાના મોટી મોલડી ગામેથી તાસનું ખનન ઝડપાયું
ડે. કલેક્ટરે એક કરોડ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો#Surendranagar #IllegalMining #Chotila #SandMining #CorruptionCase #GujaratNews… pic.twitter.com/K9vYqw1veH— Gujarat First (@GujaratFirst) November 9, 2025
Surendranagar માજી જિલ્લા પંચાયતના સદસ્ય સામે મોટો આરોપ
આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પાછળ માજી જિલ્લા પંચાયત સદસ્ય મોહન ડાભી અને તેમના પુત્ર સંજય ડાભીની સંડોવણી હોવાના આક્ષેપો થતાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે. મોહન ડાભી રાજકીય વગ ધરાવતા હોવા છતાં તેમના પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે, જે જિલ્લામાં ગેરકાયદેસર ખનનને રોકવા માટેની વહીવટી તંત્રની ગંભીરતા દર્શાવે છે.સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો ઊઠી રહી હતી, જેના કારણે સરકારી જમીનો અને પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું હતું. આ મામલે તંત્ર દ્વારા ભૂતકાળમાં પણ અનેક કાર્યવાહીઓ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરે આ પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા!


