Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar : નૌશાદ સોલંકીનું મેવાણીને સમર્થન ; "હપ્તા લેનાર પોલીસના પટ્ટા ઉતરવા જ જોઈએ"

Surendranagar :  ગુજરાતમાં ડારૂ અને ડ્રગ્સના કાળા કારોબાર વિરુદ્ધ ચાલી રહેલી રાજકીય ચર્ચા હવે વધુ વેગ પકડ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ અધિકારીઓને "પટ્ટા ઉતારવાની" ધમકી આપતા નિવેદનને પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ સમર્થન આપ્યું છે. સોલંકીએ જણાવ્યું કે, "હપ્તા લેતા હોય તેવા પોલીસના પટ્ટા ઉતારવા જોઈએ. બુટલેગરનું અમુક પોલીસ અધિકારીઓ ધ્યાન રાખે છે, અને દસાડા બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બની રહ્યું છે."
surendranagar   નૌશાદ સોલંકીનું મેવાણીને સમર્થન    હપ્તા લેનાર પોલીસના પટ્ટા ઉતરવા જ જોઈએ
Advertisement
  • Surendranagar :  ડ્રગ્સ વિરુદ્ધ વાતચીત વધુ વેગવંતિ: સોલંકીએ કહ્યું, "ગુજરાત બિહાર જેવું બની રહ્યું"
  • પૂર્વ MLA સોલંકીનું મેવાણીને સમર્થન : બુટલેગરનું પોલીસ ધ્યાન રાખે છે
  • પટ્ટા ઉતારવાના વિવાદમાં સોલંકીની એન્ટ્રી : જિજ્ઞેશ મેવાણીની વાતને મજબૂતી
  • ગુજરાતમાં પોલીસ પર આરોપો : સોલંકીએ કહ્યું, "દસાડા બિહાર જેવું થઈ રહ્યું"

Surendranagar : ગુજરાતમાં ડારૂ અને ડ્રગ્સના કાળા કારોબાર વિરુદ્ધ ચાલી રહેલી રાજકીય ચર્ચા હવે વધુ વેગ પકડ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ અધિકારીઓને "પટ્ટા ઉતારવાની" ધમકી આપતા નિવેદનને પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકીએ સમર્થન આપ્યું છે. સોલંકીએ જણાવ્યું કે, "હપ્તા લેતા હોય તેવા પોલીસના પટ્ટા ઉતારવા જોઈએ. બુટલેગરનું અમુક પોલીસ અધિકારીઓ ધ્યાન રાખે છે. દસાડા બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બની રહ્યું છે."

સોલંકીનું આ સમર્થન 22 નવેમ્બરે વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામમાં કોંગ્રેસની "જન આક્રોશ યાત્રા" દરમિયાન મેવાણીના નિવેદનના સંદર્ભમાં આવ્યું છે. મેવાણીએ થરાદના શિવનગરમાં સ્થાનિક મહિલાઓની ફરિયાદ પર પોલીસ સ્ટેશન અને એસપી કાર્યાલય પહોંચીને દારૂ-ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે પોલીસને કહ્યું કે, "જો તમે કાર્યવાહી નહીં કરો તો તમારા પટ્ટા ઉતરી જશે." આ નિવેદન પછી પોલીસ પરિવારોએ વિરોધ પ્રદર્શનો કર્યા, જેમાં મેવાણી પાસેથી માફી અને રાજીનામાનીની માંગ કરવામાં આવી હતી. જોકે, થરાદમાં ખુબ જ મોટા પ્રમાણમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.

Advertisement

Advertisement

આ રેલીમાં જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે ઉપરાંત જિજ્ઞેશ મેવાણીને અનેક કોંગ્રેસી નેતાઓ સહિત જનતાનું સમર્થન મળી રહ્યું હતું. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ જિજ્ઞેશ મેવાણીને સમર્થન આપીને વાતને આગળ વધારી છે.

સોલંકી જે અમદાવાદમાં દલિત અધિકારોની લડત આપવા માટે જાણીતા છે, તેમણે મેવાણીના નિવેદનને "સામાજિક જાગૃતિ" તરીકે વર્ણવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, "ગુજરાતમાં ડ્રગ્સના કરોડોના જથ્થા પકડાય છે, પરંતુ મોટા આરોપીઓ પર કાર્યવાહી નથી થતી. આવા અધિકારીઓને સજા મળવી જોઈએ." સોલંકી પહેલા કોંગ્રેસના અન્ય નેતાઓ જેમ કે અનંત પટેલ અને ઘેમરભાઈ રબારીના પણ જિજ્ઞેશનું સમર્થન કરી ચૂક્યા છે, જેમણે પણ પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અનંત પટેલે નવસારીમાં યાત્રા દરમિયાન કહ્યું કે, "ડ્રગ્સ પેડલર્સ પાસેથી પૈસા લેનાર પોલીસના પટ્ટા 2027માં અમારી સરકાર આવે ત્યારે ઉતરી જશે."

આ વિવાદથી ગુજરાતમાં સામાજિક જાગૃતિ વધી છે, પરંતુ તે રાજકીય ખેંચાણ પણ વધી રહી છે. સુરત અને થરાદ જેવા વિસ્તારોમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસના અભિયાનો વધુ વેગવંતા બની શકે છે.

આ પણ વાંચો- CWG 2030 : સ્કોટલેન્ડનાં ગ્લાસગોમાં Dy. CM હર્ષભાઈ સંઘવીનું વિશેષ સંબોધન

Tags :
Advertisement

.

×