SURENDRANAGAR : ખેતરમાં પશુ આવી જવા મુદ્દે બોલાચાલી બાદ વૃદ્ધની કરપીણ હત્યા
- રામપરા ગામમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી
- ખેતરમાં પશુ ઘૂસી જવા બાબતે માથાકુટ થતા ગંભીર પરિણામ આવ્યું
- 6 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો
SURENDRANAGAR : સુરેન્દ્રનગર (SURENDRANAGAR) માં આવેલા રામપરા ગામની સીમમાં વૃદ્ધની હત્યાની (OLD AGE MAN MURDER) કમકમાટીભરી ઘટના સામે આવી છે. તિક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધને રહેંસી નાંખવામાં આવતા પંથકમાં અરેરાટી વ્યપી જવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ઘનશ્યામભાઇ ખેર ના ખેતરમાં પશુ આવી જવા બાબતે બોલાચાલી થઇ હતી. તે બાદ મામલે ઉગ્ર બનતા તેમને તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને મોતનો ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને આરોપીઓને દબોચવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો
સુરેન્દ્રનગરના રામપરામાં વૃદ્ધની કરપીણ હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. રામપરામાં 64 વર્ષિય વૃદ્ધ ઘનશ્યામભાઇ ખેરનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ થતા જોરાવરનગર પોલીસે (JORAVARNAGAR POLICE STATION) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો છે. અને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યાર બાદ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તિક્ષ્ણ હથિયાર વડે તેમનું ઢીમ ઢાળી દીધું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ખેતરમાં પશુ આવી જવા મામલે મૃતકની અન્ય જોડે બોલાચાલી અને બબાલ થઇ હતી. તેની અદાવતમાં 6 જેટલા શખ્સોએ મળીને તિક્ષ્ણ હથિયાર વડે તેમનું ઢીમ ઢાળી દીધું છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ હત્યાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય પ્રસર્યો છે.
આ પણ વાંચો ---- VADODARA : મોડી રાત્રે નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર હંકારી, ઉભા રહેવાના પણ હોશ ન્હતા


