ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : મૃતક તાંત્રિકે હત્યા કરવા જ્યાંથી સોડિયમ નાઈટ્રેટ ખરીદ્યું તે લેબનાં વેપારીનો ચોંકાવનારો ખુલાસો!

સુરેન્દ્રનગરમાં કિરણ લેબોરેટરીનાં વેપારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોડિયમ નાઇટ્રેટનું ઓપનમાં વેચાણ કરી શકાય છે.
03:25 PM Dec 09, 2024 IST | Vipul Sen
સુરેન્દ્રનગરમાં કિરણ લેબોરેટરીનાં વેપારીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોડિયમ નાઇટ્રેટનું ઓપનમાં વેચાણ કરી શકાય છે.
  1. કિલર તાંત્રિક મુદ્દે કિરણ લેબોરેટરીનાં વેપારીનું નિવેદન
  2. 12 લોકોની હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મોત
  3. અમારે કેમિકલનો રિટેલ વેપાર છે : સુનિલ શાહ
  4. નવલભાઈ આવ્યા હોય તો મને ખ્યાલ નથી : સુનિલ શાહ

Surendranagar : અમદાવાદ રહેતા (Ahmedabad) અને મૂળ વઢવાણનાં ઠગ ભૂવાએ તાંત્રિક વિધિનાં બહાને 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ ઠગ ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. આ કેસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. તાંત્રિકે સોડિયમ નાઇટ્રેટ (Sodium Nitrate) કિરણ લેબોરેટરીમાંથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે કિરણ લેબોરેટરીનાં વેપારીની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - Surendranagar: સગી જનેતા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત

સોડિયમ નાઇટ્રેટનું ઓપનમાં વેચાણ કરી શકાય : સુનિલ શાહ

સુરેન્દ્રનગરમાં (Surendranagar) કિરણ લેબોરેટરીનાં વેપારી સુનિલભાઈ શાહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારે કેમિકલનો રિટેલ વેપાર છે. અમારી લેબોરેટરીમાંથી દરરોજ 100-200 ગ્રાહક સોડિયમ નાઈટ્રેટ લઈ જતા હોય છે. મૃતક ભૂવા નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ લઈ ગયા તે ધ્યાનમાં નથી. વેપારી સુનિલ શાહે આગળ જણાવ્યું કે, સોડિયમ નાઇટ્રેટનું ઓપનમાં વેચાણ કરી શકાય છે. વેપારીઓને વેચાણનાં માપનો નિયમ નથી. વેપારીએ કહ્યું કે, સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ સાબુ બનાવવા, કપડાંને કલર કરવા સહિતનાં કામોમાં થતો હોવાથી દરરોજ અનેક ગ્રાહકો સોડિયમ નાઈટ્રેટ તેમની દુકાનેથી લઈ જતા હોય છે.

આ પણ વાંચો - Surat : ડીંડોલીમાં BJP નેતાને ભપકો ભારે પડ્યો! પોલીસે કરી ધરપકડ, જાણો DCP એ શું કહ્યું ?

ભૂવાએ સોડિયમ નાઈટ્રેટથી 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા!

જણાવી દઈએ કે, મૃતક ભૂવા નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ (Sarkhej Police) સમક્ષ અમદાવાદ, રાજકોટ (Rajkot), સુરેન્દ્રનગર, વાંકાનેર, અંજાર અને પોતાનાં પરિવારમાં માતા, કાકા અને દાદી સહિત 12 વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ એવું પણ કબૂલ્યું હતું કે તેણે સોડિયમ નાઈટ્રેટથી 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. એકનાં 4 ગણા રૂપિયા આપવાની લાલચ આપી દારૂમાં સોડિયમ નાઈટ્રેટ મિક્સ કરી 12 વ્યક્તિની હત્યા કરી હતી. ભૂવા દ્વારા 12 વ્યક્તિની હત્યા નીપજાવવા માટે ઉપયોગમાં લીધેલ સોડિયમ નાઈટ્રેટ કિરણ લેબોરેટરીમાંથી ખરીદ્યું હોવાની પણ આરોપીએ કબૂલાત કરી હતી.

આ પણ વાંચો - Surat : રૂંવાડા ઊભા કરે એવી ઘટના CCTV માં કેદ! અઢી વર્ષની બાળકીને કારચાલકે કચડી

 

Tags :
AhmedabadBhuvaBhuva died in police custodyBreaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKiran LaboratoryLatest News In GujaratiNews In GujaratiSodium NitrateSurendranagarWadhwan
Next Article