Suresh Raina કેવી રીતે કમાય છે રૂપિયા? રિટાયર્ડ થયો હોવા છતા છે કરોડોનો માલિક
- ED સમક્ષ હાજર થયો ક્રિકેટર Suresh Raina
- સટ્ટા એપના પ્રચારને કારણે મળી હતી નોટિસ
- એપ્લિકેશન અને રૈના વચ્ચેના સંબંધોની તપાસ
- સુરેશ રૈના તરફથી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી
Suresh Raina: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને તાજેતરમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું. આ મામલો એક કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રચાર સાથે જોડાયેલો છે. ED આ એપ્લિકેશન અને રૈના વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 1xBet નામની એપ્લિકેશન પર ગેરકાયદેસર સટ્ટાબાજીનો આરોપ છે અને રૈના આ એપ્લિકેશનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, આ અંગે સુરેશ રૈના કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Suresh Raina ની કમાણીના મુખ્ય સ્ત્રોત
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સુરેશ રૈના ની કમાણી સતત વધી રહી છે. ક્રિકેટ ઉપરાંત, તેમની પાસે આવકના ઘણા સ્ત્રોત છે. એક સમયે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને ભારતીય ટીમ માટે રમીને તેમણે મોટી કમાણી કરી હતી. આજે પણ તેઓ નિવૃત્ત ખેલાડીઓની વિવિધ ક્રિકેટ લીગમાં ભાગ લે છે.
Suresh Raina: સુરેશ રૈના ED સમક્ષ હાજર ,
સટ્ટાબાઝી કેસમાં થશે પૂછપરછ..!! | Gujarat First#sureshraina #1xbet #bettingappscandal #viralnews #ed #gujaratfirst pic.twitter.com/xPUEmPiHVf— Gujarat First (@GujaratFirst) August 13, 2025
Suresh Raina IPLમાં કમાય છે કરોડો રૂપિયા
તેમના આવકના મુખ્ય સ્ત્રોતોમાં આંતરરાષ્ટ્રીય અને IPL મેચો માટે ક્રિકેટ કોમેન્ટરી સૌથી મહત્ત્વનો છે. આ ઉપરાંત, તેઓ અનેક મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે, જેમાં એડિડાસ, પેપ્સિકો, મેગી બૂસ્ટ, એચપી, ટાઈમેક્સ, ઈન્ટેક્સ, રમીકલ્ચર, અને ભારતપે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સના પ્રચાર અને જાહેરાતોથી તેઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે.
Suresh Raina ની નેટવર્થ અને લક્ઝરી વાહનો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરેશ રૈનાની કુલ સંપત્તિ ₹200 કરોડથી પણ વધુ છે. તેમની પાસે ગાઝિયાબાદમાં એક લક્ઝરી ઘર સહિત અન્ય ઘણી સંપત્તિઓ છે. રૈના લક્ઝરી કારના શોખીન છે અને તેમના ગેરેજમાં અનેક મોંઘી ગાડીઓ છે, જેમાં પોર્શ બોક્સસ્ટર એસ, મર્સિડીઝ-બેન્ઝ જીએલસી, મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, ફોર્ડ મસ્ટાંગ, ઓડી ક્યુ7, મિની કૂપર, રેન્જ રોવર અને મહિન્દ્રા થાર જેવી કારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Suresh Raina : પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને EDનું સમન્સ,આ કેસમાં થશે પૂછપરછ


