નેપાળના વચગાળાની સરકારના Sushila Karki વડાપ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
- નેપાળના વચગાળાની સરકારના વડાપ્રધાન Sushila Karki બન્યા
- રાષ્ટ્રપતિએ રામચંદ્ર પૌડેલે સુશીલા કાર્કી ને લેવડાવ્યા શપથ
નેપાળમાં જનરેશન-જીનાના હિંસક વિરોધ પ્રદર્શન બાદ સત્તાનો તખ્તાપલટો થયો
નેપાળમાં જનરેશન-જીનાના હિંસક વિરોધ પ્રદર્શન બાદ ઉદ્ભવેલા રાજકીય સંકટ વચ્ચે શુક્રવારે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની કમાન સોંપવામાં આવી હતી. શુક્રવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા હતા. અગાઉ, નેપાળની સંસદનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
નેપાળના વચગાળાની સરકારના વડાપ્રધાન Sushila Karki બન્યા
નોંધનીય છે કે સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વચગાળાના વડા પ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમના ઉપરાંત કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ, બાલાનંદ શર્માએ તેમની સાથે શપથ લીધા છે. શુક્રવારે, જનરેશન-જીના નેતાઓએ આર્મી ચીફ જનરલ અશોક રાજની હાજરીમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સાથે બેઠક કરી હતી. જેમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા બનાવવા પર સંમતિ સધાઈ હતી.
#WATCH | Kathmandu | Nepal's former Chief Justice, Sushila Karki, takes oath as interim PM of Nepal
Oath administered by President Ramchandra Paudel
Video source: Nepal Television/YouTube pic.twitter.com/IvwmvQ1tXW
— ANI (@ANI) September 12, 2025
Sushila Karki કોણ છે?
સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન, 1952 ના રોજ વિરાટનગરમાં થયો હતો. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક કર્યું હતું. આ ઉપરાંત, તેમણે નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. આ પછી, તેમણે હિમાયત અને કાનૂની સુધારાના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચૂંટણી વિવાદો સહિત ઘણા સીમાચિહ્નરૂપ કેસોની સુનાવણી કરી.
હિંસક વિરોધ પ્રદર્શનોમાં 51 લોકો માર્યા ગયા
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે તાજેતરના 'જનરલ ઝેડ' વિરોધ પ્રદર્શનોમાં એક ભારતીય નાગરિક સહિત ઓછામાં ઓછા 51 લોકો મૃત્યુ પામ્યા છે. કાઠમંડુ પોસ્ટ અખબારે નેપાળ પોલીસના સહ-પ્રવક્તા વરિષ્ઠ પોલીસ અધિક્ષક રમેશ થાપાને ટાંકીને જણાવ્યું હતું કે મૃતકોમાં એક ભારતીય નાગરિક, ત્રણ પોલીસકર્મી અને અન્ય નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે.અહેવાલમાં મુજબ મહારાજગંજ સ્થિત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં ઓછામાં ઓછા 36 મૃતદેહો છે, જ્યાં શુક્રવારે પોસ્ટમોર્ટમ શરૂ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ગુરુવાર અને શુક્રવારે દેશના વિવિધ ભાગોમાંથી 17 મૃતદેહો મળી આવ્યા હતા.
આ પણ વાંચો: નેપાળની સંસદ ભંગ, વચગાળાની સરકારના Sushila Karki વડાપ્રધાન બનશે, આજે લેશે શપથવિધિ


