Eknath Shinde ડેપ્યુટી સીએમ નહી...શિંદેના પ્રવક્તાનો દાવો
- મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ યથાવત્
- દેવેન્દ્ર ફડણવીસને પ્રબળ દાવેદાર
- કાર્યકારી સીએમ એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ નહીં બને
Eknath Shinde : મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિની વાપસી થઈ છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ યથાવત્ છે. ભાજપના ક્વોટામાંથી સીએમ બનશે તે નિશ્ચિત છે અને આ માટે દેવેન્દ્ર ફડણવીસને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જ્ઞાતિ સમીકરણના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કાર્યકારી સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) ડેપ્યુટી સીએમ નહીં બને.
શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે આ વાતને સદંતર નકારી
એકનાથ શિંદે પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે પીએમ મોદી અને અમિત શાહ સીએમ પદને લઈને જે પણ નિર્ણય લેશે તેને સ્વીકારવામાં આવશે. આ પછી સમાચાર આવ્યા કે તેઓ નાયબ મુખ્યમંત્રી બની શકે છે, પરંતુ શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે આ વાતને સદંતર નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે નવી સરકારમાં એકનાથ શિંદે ક્યારેય ડેપ્યુટી સીએમ પદ સ્વીકારશે નહીં. મુખ્યમંત્રી રહી ચૂકેલા વ્યક્તિને આ શોભતું નથી. તેઓ ડેપ્યુટી સીએમ પદ માટે શિવસેનાના અન્ય કોઈ નેતાનું નામ આગળ કરી શકે છે.
આ પણ વાંચો----Maharashtra New CM પર આ નામ પર લાગી મહોર, આજે થશે જાહેરાત
મુખ્યમંત્રીની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વની ભૂમિકા ભજવી શકે
સૂત્રોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બની શકે છે, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ નથી. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભાજપ હાઈકમાન્ડ મુખ્યમંત્રી માટે કેટલાક મરાઠા નેતાઓના નામ પર વિચાર કરી રહી છે. જો RSSનું દબાણ વધશે તો દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી મળી શકે છે.
Delhi | Maharashtra caretaker CM Eknath Shinde says, "The meeting was good and positive. This was the first meeting. We had a discussion with Amit Shah and JP Nadda...There will be another meeting of the Mahayuti. In this meeting, a decision will be taken about who will be the… pic.twitter.com/xps8yknhT8
— ANI (@ANI) November 28, 2024
આ રીતે સીએમ માટે ફડણવીસનું નામ કપાઈ શકે છે
મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠાઓનું હંમેશા પ્રભુત્વ રહ્યું છે, પરંતુ દેવેન્દ્ર ફંડવીસ બ્રાહ્મણ છે. અત્યાર સુધી કુલ 18 મુખ્યમંત્રીઓમાંથી 10 મુખ્યમંત્રી મરાઠા સમુદાયના છે, જેમાં એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. રાજ્યમાં 28 ટકા મરાઠા છે, જ્યારે ઓબીસી 38 ટકા, દલિત-મુસ્લિમ 12-12 ટકા, બ્રાહ્મણ-આદિવાસી 8-8 ટકા છે. આવી સ્થિતિમાં જો જાતિ સમીકરણના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસનું નામ હટાવી શકાય છે.
આ પણ વાંચો---મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની તૈયારીઓ તેજ! ડ્રાઇવિંગ સીટ પર ફડણવીસ, શિંદે આપશે સાથ?


