Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Imran Tahir એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, શાનદાર પરફોર્મન્સ સાથે ઇતિહાસમાં નામ દર્જ

Imran Tahir Record : ટીમના કેપ્ટન ઇમરાન તાહિરે (Star Plater - Imran Tahir) મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને પાંચ વિકેટ લીધી હતી
imran tahir એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો  શાનદાર પરફોર્મન્સ સાથે ઇતિહાસમાં નામ દર્જ
Advertisement
  • વધતી ઉંમરે વધારે વિકેટ લેવાનો જૂનો રેકોર્ડ તુટ્યો
  • ઇમરાન તાહિરે 4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપી લીધી
  • ટી 20 ના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્લેયર બન્યા

Imran Tahir Record : કેરેબિયન પ્રીમિયર લીગ 2025 (Carrabin Premier League - 2025) માં, એન્ટિગુઆ (Antigua) અને બાર્બુમા (Barbuma) ફાલ્કન્સની ટીમ (Falcon Team) અને ગુયાના એમેઝોન વોરિયર્સ (Guiana Amazon Worriers) ની ટીમ સામે મેચ રમાઈ હતી. આમાં ગુયાનાની ટીમે 83 રનથી જીત મેળવી હતી. 46 વર્ષીય ઇમરાન તાહિરે (Star Plater - Imran Tahir) ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગુયાના વોરિયર્સની ટીમે (Guiana Amazon Worriers) પહેલા બેટિંગ કરીને 211 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી, એન્ટિગુઆ અને બાર્બુમા ફાલ્કન્સની ટીમ (Falcon Team) ફક્ત 128 રનમાં સમેટાઈ ગઈ હતી.

Advertisement

ટી20 ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર સૌથી વૃદ્ધ કેપ્ટન

ઇમરાન તાહિરે (Star Plater - Imran Tahir) મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વિરોધી ટીમના બેટ્સમેન તેના બોલને સમજી શક્યા ન હતા અને ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા. તેમણે 46 વર્ષ અને 148 દિવસની ઉંમરે પાંચ વિકેટ લેવાની ઝળહળતી સિદ્ધિ મેળવી છે. તે ટી 20 ક્રિકેટના ઇતિહાસમાં પાંચ વિકેટ લેનાર સૌથી વૃદ્ધ કેપ્ટન (Oldest Caption Take Wickets) બન્યો છે. તેણે માલાવીના કેપ્ટન મોઅઝ્ઝમ અલી બેગ (Mavali Caption - Moazzam Ali Beig) નો વર્લ્ડ રેકોર્ડ તોડી (World Record Break) નાખ્યો છે. મોઅઝ્ઝમે 39 વર્ષની ઉંમરે માલાવી માટે રમતી વખતે કેમરૂન સામે પાંચ વિકેટ લીધી હતી. હવે ઇમરાને (Star Plater - Imran Tahir) કેપ્ટન રહીને તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Advertisement

ઇમરાને T20 ક્રિકેટમાં અજાયબીઓ કરી

ઇમરાન તાહિર (Star Plater - Imran Tahir) T20 ક્રિકેટમાં પણ પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે 40 વર્ષથી વધુ ઉંમરે T20 ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી છે. ઇમરાન પહેલા, 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી કોઈ પણ કેપ્ટન T20 ક્રિકેટમાં પાંચ વિકેટ લઈ શક્યો નથી.

લસિથ મલિંગાની બરાબરી કરી

ઇમરાન તાહિર (Star Plater - Imran Tahir) T20 ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો છે. તેણે અત્યાર સુધી T20 ક્રિકેટમાં પાંચ વખત પાંચ વિકેટ લીધી છે. તેણે શાહીન આફ્રિદી, લસિથ મલિંગા, ભુવનેશ્વર કુમાર, શાકિબ અલ હસનની બરાબરી કરી છે. આ બોલરોએ T20 ક્રિકેટમાં પાંચ-પાંચ વખત પાંચ વિકેટ લીધી છે. ડેવિડ વીઝના નામે T20 ક્રિકેટમાં સૌથી વધુ પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ છે, એટલે કે 7 વખત.

આ પણ વાંચો ----- BCCI recruitment 2025 : BCCIમાં નોકરી મેળવવાનો સોનેરી અવસર, લાખોમાં હશે પગાર, આ રીતે કરો અપ્લાઈ

Tags :
Advertisement

.

×