Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS : T20 માં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટે જીત, ભારત ઓલ આઉટ

શુભમન ગિલ 10 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયા નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતી રહી, અને થોડી જ વારમાં, અડધી ભારતીય ટીમ 49 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછી ફરી ગઈ હતી. ત્યારબાદ હર્ષિત રાણા અને અભિષેક શર્માએ છઠ્ઠી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી
ind vs aus   t20 માં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટે જીત  ભારત ઓલ આઉટ
Advertisement
  • ભારતીય ટીમ પહેલા બેટિંગ કરતા ઓલઆઉટ થઇ
  • ઓસ્ટ્રોલિયાએ 14 મી ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક પાર કર્યો
  • 17 વર્ષ બાદ મેલબોર્નના મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમનું નાક કપાયું

IND Vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 મેચ (IND Vs AUS T20 Cricket Match) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 4 વિકેટથી જીતી હતી (Australia Won Match). આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાંગારૂની ટીમે આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 18.4 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 14મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 17 વર્ષ બાદ મેલબોર્નમાં ભારતની ટીમનું નાક કપાયું હોવાનો ગણગણાટ સામે આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ મેચમાં ભારત માટે અભિષેક શર્માએ અડધી સદી ફટકારી

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ટીમ ઈન્ડિયાની આ મેચમાં શરૂઆત સારી રહી ન્હતી. ટીમને 20 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો, જ્યારે શુભમન ગિલ 10 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટીમ ઈન્ડિયા નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતી રહી, અને થોડી જ વારમાં, અડધી ભારતીય ટીમ 49 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછી ફરી ગઈ હતી. ત્યારબાદ હર્ષિત રાણા અને અભિષેક શર્માએ છઠ્ઠી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. હર્ષિતે 33 બોલમાં 35 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેક શર્માએ 37 બોલમાં 68 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બાકીના નવ ભારતીય બેટ્સમેન સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાના બોલર, જોશ હેઝલવુડે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Advertisement

મિશેલ માર્શ ફિફ્ટી ચૂકી ગયો

126 રનના લક્ષ્યનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડ સાથે જોદરાર શરૂઆત કરી હતી. તેઓએ પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. હેડ 15 બોલમાં 28 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ મિશેલ માર્શે 26 બોલમાં 46 રન બનાવીને બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ટિમ ડેવિડની બેટિંગ નબળી રહી, જેમાં એક રન બનાવ્યો હતો. જોશ ઈંગ્લિસે 20 બોલમાં 100 ના સ્ટ્રાઈક રેટથી 20 રન બનાવ્યા હતા. અંતે, મિશેલ ઓવેન અને માર્કસ સ્ટોઈનિસે બાકીનું કામ કર્યું હતું. મિશેલ ઓવેન આખરે 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો, જેમાં એક છગ્ગો પણ સામેલ હતો. ભારતની બોલિંગમાં, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહએ બે-બે વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો -----  ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,જેમિમાની શાનદાર સદી

Tags :
Advertisement

.

×