ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મધ્યપ્રદેશના ધારમાં તાલિબાની સજા, મહિલાને જાહેરમાં લોકોએ માર્યો ઢોર માર

Madhya Pradesh : આપણા દેશમાં કાયદો વ્યવસ્થા (Rule of Law) હોવા છતા પણ ઘણીવાર જનતા ન્યાય (Justice) મેળવવાના નામે પોતે કાયદો (Law) હાથમાં લેતી હોય છે. ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો તે આપણા દેશમાં તેમને માં દુર્ગા માનવામાં...
02:33 PM Jun 22, 2024 IST | Hardik Shah
Madhya Pradesh : આપણા દેશમાં કાયદો વ્યવસ્થા (Rule of Law) હોવા છતા પણ ઘણીવાર જનતા ન્યાય (Justice) મેળવવાના નામે પોતે કાયદો (Law) હાથમાં લેતી હોય છે. ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો તે આપણા દેશમાં તેમને માં દુર્ગા માનવામાં...
Talibans Punishment in Madhya Pradesh

Madhya Pradesh : આપણા દેશમાં કાયદો વ્યવસ્થા (Rule of Law) હોવા છતા પણ ઘણીવાર જનતા ન્યાય (Justice) મેળવવાના નામે પોતે કાયદો (Law) હાથમાં લેતી હોય છે. ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો તે આપણા દેશમાં તેમને માં દુર્ગા માનવામાં આવે છે પણ તેમની સાથે જે અત્યાચાર થાય છે તે જગ જાહેર છે. આવો જ એક અત્યાચારનો કિસ્સો મધ્યપ્રદેશ (Madhya Pradesh) થી સામે આવ્યો છે.

સરેજાહેર કાયદો હાથમાં લેવામાં આવ્યો

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક મહિલાને લાકડી વડે માર મારવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન મહિલા ચીસો પાડતી રહી, પરંતુ કોઈએ તેને બચાવી નહીં અને લોકો વીડિયો બનાવતા રહ્યા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પુરુષ મહિલાને ઠંડાથી મારી રહ્યો છે. 4 લોકોએ મહિલાને પકડી રાખી છે, આ ઘટના ધાર જિલ્લાના ટાંડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલાને માર મારનારા આરોપીઓમાં ગામના સરપંચ નૂર સિંહ પણ સામેલ હતા. જે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા પરિણીત છે અને તેને બાળકો પણ છે. પરંતુ તે અન્ય કોઇ વ્યક્તિ સાથે ચાલી ગઇ હતી. જ્યારે મહિલા પાછી આવી ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ વીડિયોના આધારે 4 આરોપીઓની ઓળખ કરી લીધી છે. ટીમ પણ આરોપીઓને પકડવા રવાના થઈ ગઈ છે.

એક મહિલા પર નિર્દયતાથી હુમલો

વાયરલ વીડિયોમાં કેટલાક પુરુષો એક મહિલાને પકડી રહ્યા છે. એક પુરુષ મહિલાને લાકડી વડે નિર્દયતાથી માર મારી રહ્યો છે. મહિલા વારંવાર દયાની ભીખ માંગી રહી છે. તે પીટાઈથી બચીને ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ લોકો તેને પકડી રાખે છે અને પછી તેને મારવાનું શરૂ કરે છે. આસપાસના લોકો ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળે છે. આરોપીનું નામ નૂર સિંહ પિતા જામ સિંહ ભુરિયા હોવાનું કહેવાય છે. પીડિત યુવતીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અન્ય આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ મોહન સરકાર પર આક્રમક બની છે. જીતુ પટવારીએ વીડિયો શેર કરીને મોહન સરકારને ઘેર્યા છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

મહિલા પર મારપીટનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ કેપ્ટન મનોજ કુમાર સિંહ અને તેમની ટીમે સક્રિયતા બતાવી હતી અને વીડિયોમાં દેખાતા લોકો અને ગામની ઓળખ કરી હતી. આ પછી, હુમલો કરનારા વ્યક્તિની ટાંડા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. આ કેસ વિશે માહિતી આપતાં એસપી મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જોવા મળતું હતું કે એક અજાણ્યો વ્યક્તિ એક મહિલા પર હુમલો કરી રહ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ મેં અને મારી આખી ટીમે કેસની તપાસ કરી." કેસની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, મહિલા પર હુમલો કરનાર મુખ્ય આરોપીની શોધ કરવામાં આવી રહી છે. જે કોઈ અસભ્ય વર્તન કરશે તેની સામે અમે કડક કાર્યવાહી કરીશું."

આ પણ વાંચો - યુવતીને ભગાડી જવાની અદાવતે આધેડને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ

આ પણ વાંચો - PANCHMAHAL : છોકરી ભગાડી જવાની અદાવતે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તાલિબાની સજા

Tags :
DharDhar NewsGujarat FirstlawMadhya PradeshMP NewsTalibans PunishmentTalibans Punishment News
Next Article