Download Apps
Home » PANCHMAHAL : છોકરી ભગાડી જવાની અદાવતે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તાલિબાની સજા

PANCHMAHAL : છોકરી ભગાડી જવાની અદાવતે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તાલિબાની સજા

મોરવા હદફ પંથકમાં છોકરી ભગાડી જવાની અદાવતે મહિલાઓ દ્વારા એક મહિલાને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. મોરવા હડફ પંથકમાં આવેલ એક ગામમાં એક મહિલાને છોકરી ભગાડી જવાના મુદ્દે તેણીના ઘરમાં બે મહિલાઓએ  ઘુસી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નિર્વસ્ત્ર કરી  હાથપગ બાંધી એક ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાને આબરૂ કાઢવાના ઇરાદે નિર્વસ્ત્ર હાલતમાં માર મારતાં ગામના ફળિયામાં  લઈ જવામાં આવી હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. જોકે મોરવા હડફ પોલીસે આ ઘટનામાં તાત્કાલિક છ આરોપી સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ચાર મહિલાઓ અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

છોકરીને ભગાડી જવાની અદાવત રાખી છોકરીના સ્વજનોએ આપી તાલિબાની સજા 

મોરવા હડફ પંથકમાં એક છોકરીને ભગાડી જવાની અદાવત રાખી છોકરીના સ્વજનોએ છોકરાના ઘરમાં પ્રવેશ કરી ઉશ્કેરાઈ જઈ  મહિલાને અપશબ્દો બોલવાની ઘટના સામે આવી હતી .આ અંગે મોરવા હડફ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર બે મહિલાઓએ  તેઓના ઘરે આવી હતી અને મહિલાએ પહેરેલા વસ્ત્ર અને ફાડી નાખી નિર્વસ્ત્ર કરી ઘરમાંથી ઘસડી લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અંદાજિત ૬૦ વર્ષે ધરાવતી આ મહિલાને નજીકમાં આવેલા સીતાફળના ઝાડ સાથે સાડી વડે બાંધી દેવામાં આવી હતી .દરમિયાન એક મહિલા દોરડું લઈને આવી હતી જેના વડે ઉક્ત  મહિલાના હાથ પગ દોરડા વડે બાંધી દઈ ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન ઉપસ્થિત અન્ય ત્રણ વ્યક્તિઓએ મહિલાને અમારી છોકરીને તારો છોકરો લઈ ગયો છે જેને  પરત લાવી આપ નહી તો તને જીવતી છોડીશું નહીં એમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવા ઉપરાંત મહિલા ને બરડામાં અને છાતીના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

દરમિયાન અન્ય બે વ્યક્તિઓએ મહિલાને ગડદાપાટુનો  માર મારી મહિલાને જાતિ અપમાનિત  કરતા શબ્દોનો ઉપયોગ કર્યો હતો .દરમિયાન ગામમાં લઈ જઇ વરઘોડો કાઢી હાથ પગ તોડી નાંખવાના છે એવી ઉશ્કેરેણી કરવામાં આવતાં સીતાફળના ઝાડ સાથે બાંધેલી મહિલાને છોડી  બે મહિલાઓ દ્વારા ઉક્ત મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં માર મારતાં મારતાં ગામના ફળિયામાંથી નજીક આવેલી રસ્તા સુધી લઈ જવામાં આવી હતી .

આદરમિયાન પણ તેણીને એક મહિલા દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદનો ઉલ્લેખ કરાયો છે. ભોગ બનનાર મહિલા દ્વારા મોરવા હડફ પોલીસ મથકે આ સમગ્ર ઘટના ક્રમ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા છ આરોપીઓ સામે વિવિધ જોગવાઈઓ મુજબ ગુનો નોંધી તાત્કાલિક પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાર મહિલા આરોપી અને એક પુરુષ આરોપીનો સમાવેશ થાય છે .પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં નંદાબેન, સવિતાબેન ,કૈલાસબેન ,શંકરભાઈ અને સુમિત્રાબેન નો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા સાથે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો — સુરતમાં કોસાડ આવાસમાં સંબંધીએ જ આચર્યું કિશોરી પર દુષ્કર્મ

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા