Tamilnadu ના ગ્રામીણ વિકાસ મંત્રીના નિવાસ સ્થાને ED ના દરોડા
- તમિલનાડુંમાં મંત્રીના નિવાસ સ્થાનો મોટા દરોડા
- ઇડીની અનેક ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- મંત્રીના પુત્ર અને પુત્રીના ઠેકાણે પણ તપાસ શરૂ
Tamilnadu : તમિલનાડુના ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી આઇ. પેરિયાસામી (I. Periyasamy ED Raid) ના નિવાસ સ્થાને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED Raid Tamilnadu Minister House) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મની લોન્ડરિંગની આશંકાએ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. મંત્રીના ગોવિંદપુરમ, દુરૈરાજ નગર, અને ડિંડીગુલમાં આવેલા ઠેકાણા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. કોઇ અનિચ્છનિય ઘટના સામે ના આવે તે માટે સશસ્ત્ર સીઆરપીએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની કાર્યવાહીને પગલે રાજકીયા ભૂકંપ જેવી સ્થિતી સર્જાઇ છે.
સશસ્ત્ર સીઆરપીએફ જવાનો તૈનાત
આજે સવારે ઈડી દ્વારા તમિલનાડુના ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી આઇ પેરિયાસામીના નિવાસ સ્થાને દરોડા (ED Raid Tamilnadu Minister House) પાડવામાં આવ્યા છે. ઇડીની ટીમોએ ગોવિંદપુરમ, દુરૈરાજ નગર, અને ડિંડીગુલમાં આવેલા ઠેકાણાઓ પર કાર્યવાહી હાથ ધરી છે. મોટું રાજકીય કદ ધરાવતા વ્યક્તિના નિવાસ સ્થાને ઇડીના દરોડામાં કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સુરક્ષાના ભાગરૂપે સશસ્ત્ર સીઆરપીએફ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ઘર બહાર પોલીસે મોરચો સંભાળ્યો
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આઇ. પેરિયાસામી (ED Raid Tamilnadu Minister House) ના પુત્ર સેન્થિલ કુમાર અને પુત્રીના નિવાસ સ્થાનો પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજે સવારે 7 - 30 કલાકે આ દરોડાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. દરોડા પડ્યાની વાત વાયુવેગે પ્રસરતા મંત્રીના નિવાસ સ્થાન નજીક તેમની રાજકીય પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તે માટે ઘર બહાર પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મંત્રીનો પુત્ર પણ ધારાસભ્ય છે. અને સાથે જ તે ડિસ્ટ્રીક્ટ પ્રેસીડેન્ટનો હોદ્દો ધરાવે છે. આગામી સમયમાં આ કાર્યવાહીનો રેલો અન્ય નેતાઓ સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો ---- Javed Akhtar એ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા મુદ્દે ટ્રોલરને શા માટે તતડાવ્યો ? જાણો સમગ્ર મામલો


