Tapi : પીપળા નદી પર પુલ ન હોવાથી મૃતદેહને દોરડા-લાકડાના સહારે નદી પાર કરાવાયો
- Tapi : ઉકાઈના પાથરડાગામમાં માનવતા શર્મશાર : પુલ ન હોવાથી મૃતદેહ નદી પાર
- પીપળા નદી પર પુલનો અભાવ, આદિવાસી સમાજે જોખમ ખેડી મૃતદેહ પાર કર્યો
- સરકારી વચનો ખોટા પડ્યા : પાથરડાગામમાં અંતિમ યાત્રામાં આદિવાસીઓની વેદના
- તાપીમાં પુલના અભાવે હૃદયદ્રાવક દ્રશ્ય, મૃતદેહને દોરડાથી નદી પાર કરાવવા લોકો મજબૂર
- પાથરડાગામનો વાયરલ વીડિયો : પુલ વિનાની વેદના, આદિવાસી સમાજનો રોષ
ઉકાઈ/તાપી : તાપી ( Tapi ) જિલ્લાના ઉકાઈના પાથરડાગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પીપળા નદી પર પુલના અભાવે અંતિમ વિધિ માટે એક મૃતદેહને દોરડા અને લાકડાના સહારે નદી પાર કરાવવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આદિવાસી સમાજના લોકો અને વડીલો જીવનું જોખમ ખેડીને નદી પાર કરતા જોવા મળે છે. આ ઘટનાએ સરકારના વચનો અને ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાપીમાં ( Tapi ) વિકાસની નવી રૂપરેખા
પાથરડાગામમાં એક વ્યક્તિના અવસાન બાદ તેમની અંતિમ વિધિ માટે મૃતદેહને નદીની સામે કાંઠે લઈ જવાનું હતું. જોકે, પીપળા નદી પર પુલ ન હોવાથી ગ્રામજનોને મૃતદેહને દોરડા અને લાકડાના સહારે નદી પાર કરાવા માટે મજબૂર બન્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન આદિવાસી સમાજના વડીલો અને અન્ય લોકોને પણ જીવનું જોખમ ખેડવું પડ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આ દ્રશ્યો રેકોર્ડ થયા છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખોટને ઉજાગર કરે છે.
આ પણ વાંચો- Ambaji : 5 દિવસમાં 30 લાખ શ્રદ્ધાળુઓ, 2.74 લાખને આરોગ્ય સેવા, 1.90 કરોડનું દાન
આઝાદીના આટલા વર્ષો પછી પણ નાનકડી સુવિધા માટે જીવને જોખમ
આઝાદીના આટલા વર્ષો પછી પણ ગુજરાતના ગામડાઓમાં વિકાસ પહોંચી શક્યું નથી. આ ઘટના તેને સારી રીતે દર્શાવી રહી છે. તો બીજી તરફ ગુજરાત મોડેલને દેશભરમાં દર્શાવવામાં આવી રહ્યો છે. પરંતુ ગુજરાત મોડેલમાં જ સુવિધાઓનો એવો અભાવ છે કે લોકોને નાની એવી સુવિધા માટે પણ પોતાના જીવને દાવ ઉપર લગાવવો પડી રહ્યો છે.
પાથરડાગામ અને આસપાસના ગામોના રહીશોએ આ ઘટના બાદ સરકારની ઉદાસીનતા પર રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પીપળા નદી પર પુલ બનાવવાની માંગ વર્ષોથી ચાલી આવે છે, પરંતુ સરકારે આ દિશામાં કોઈ નક્કર પગલાં લીધા નથી. અંતિમ વિધિ જેવી સંવેદનશીલ ઘડીએ પણ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે આદિવાસી સમાજ માટે દુ:ખદ અને અપમાનજનક છે.
સરકારી વચનો અને વાસ્તવિકતા
આદિવાસી બહુલ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ જેવી કે પુલ, રસ્તાઓ અને આરોગ્ય સેવાઓનો અભાવ એક લાંબા સમયથી ચાલી આવતો મુદ્દો છે. પાથરડાગામના રહીશોએ જણાવ્યું કે સરકારે પીપળા નદી પર પુલ બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ વર્ષો વીતવા છતાં કોઈ પ્રગતિ થઈ નથી. આ ઘટનાએ આ વચનોની ખોટને ફરી એકવાર ઉજાગર કરી છે.
તાપી જિલ્લામાં હાલના ચોમાસામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદી અને તેની શાખાઓ જેવી કે પીપળા નદીમાં જળસ્તર વધ્યું છે. ઓગસ્ટ મહિનામાં ઉકાઈ ડેમમાં 1.25 લાખથી 1.96 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ પરિસ્થિતિએ પીપળા નદી જેવી નાની નદીઓમાં પણ પ્રવાહને વધુ જોખમી બનાવ્યો છે, જેના કારણે પુલના અભાવે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી છે.
આ પણ વાંચો-Dahegam : 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, બબલપુરા ગામે વીજળી પડવાથી બે ભેંસોના મોત


