Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TASTEATLAS : દુનિયાભરના ટોપ 100 માં ભારતના 5 આઇસક્રીમે સ્થાન જમાવ્યું

TASTEATLAS : હાલના સમયમાં ભારતભરમાં વરસાદની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત આઇસક્રીમ પણ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે
tasteatlas   દુનિયાભરના ટોપ 100 માં ભારતના 5 આઇસક્રીમે સ્થાન જમાવ્યું
Advertisement
  • ભારતના 5 આઇસક્રીમે દુનિયાના ટોચના 100 માં સ્થાન મેળવ્યું
  • આ ફ્લેવર્સ લોકોના દિલમાં છવાઇ ગઇ
  • એક આઇસક્રીમ પાર્લર તો આઝાદી પહેલાથી લોકોને સેવા આપી રહ્યું છે

TASTEATLAS : દેશભરમાં ચોમાસા (MONSOON - INDIA) નું આગમન થયું છે, જેનાથી સૌ કોઇ ખુશ છે. પરંતુ આ દરમિયાન વરસાદની જેમ ભારતીય આઇસક્રીમ (INDIAN ICE CREAM FLEVOR) પણ ટ્રેન્ડીંગમાં (TRENDING) ચાલી રહ્યા છે. ભારતની લોકપ્રિય આઈસ્ક્રીમ હવે આખી દુનિયામાં પસંદગી પામી રહી છે. ટેસ્ટએટલાસ (TASTEATLAS) અનુસાર, ભારતના પાંચ પ્રખ્યાત આઈસ્ક્રીમ પાર્લરોએ વિશ્વના ટોચના 100 પ્રખ્યાત આઈસ્ક્રીમ પાર્લરોમાં સ્થાન મેળવ્યું છે. ચાલો જાણીએ કે, આ યાદીમાં કયા ભારતીય આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે.

1. રુસ્તમ એન્ડ કંપની – આઈસ્ક્રીમ સેન્ડવીચ

રૂસ્તમ એન્ડ કંપની (K. RUSTAM ICE CREAM) નામનું આઈસ્ક્રીમ પાર્લર 1953 માં સ્થાપિત થયું હતું. આ મુંબઈનું ખૂબ જ જાણીતૂું આઈસ્ક્રીમ પાર્લર છે. અહિંયા મળતું આઈસ્ક્રીમ સેન્ડવીચ (ICE CREAM SANDWICH) ખુબ જ લોકપ્રિય છે. આ આઇસક્રીમમાં ક્રિસ્પી વેફર બિસ્કિટ વચ્ચે આઈસ્ક્રીમના જાડા ટુકડા મૂકીને બનાવવામાં આવે છે. તેમનો મેંગો આઈસ્ક્રીમ સેન્ડવિચ લોકો દુર દુરથી ખાવા માટે આવે છે.

Advertisement

2. કોર્નર હાઉસ - ડેથ બાય ચોકલેટ

કોર્નર હાઉસ (CORNER HOUSE ICE CREAM) 1982 થી મીઠાના શોખીનો માટે ફેવરિટ સ્થળ રહ્યું છે. ખાસ કરીને તેના પ્રખ્યાત ડેથ બાય ચોકલેટ (DEATH BY CHOCOLATE) સન્ડે આઈસ્ક્રીમ ખુબ ડિમાન્ડમાં રહે છે. આ આઈસ્ક્રીમમાં ચોકલેટ કેક, આઈસ્ક્રીમ, રિચ ચોકલેટ સોસ, ક્રિસ્પી બદામ અને તેના ઉપર ચેરીનો સમાવેશ થાય છે. ચોકલેટ પ્રેમીઓ માટે ડેથ બાય ચોકલેટ ખાવું એક મનની ઇચ્છાઓમાં પહેલું સ્થાન ધરાવે છે.

Advertisement

3. નેચરલ આઈસ્ક્રીમ - ટેન્ડર કોકોનેટ

નેચરલ આઈસ્ક્રીમ (NATURALS ICE CREAM) ની સ્થાપના 1984 માં થઈ હતી. તે કોઈપણ કેમિકલ વિના પોતાના આઈસ્ક્રીમ બનાવવા માટે જાણીતું છે. આ આઈસ્ક્રીમ કંપની ઘણા ફલેવર્સમાં સ્વાદ પીરસે છે. પરંતુ ટેન્ડર કોકોનટ (TENDER COCONUT) તેમાંથી સૌથી ખાસ છે. આ આઈસ્ક્રીમ વાસ્તવિક નારિયેળમાંથી બનાવવામાં આવે છે. અને મલાઇદાર હોય છે.

4. અપ્સરા આઈસ્ક્રીમ - ગુવાવા ચિલ્લીઝ

મુંબઈની અપ્સરા આઈસ્ક્રીમ (APSARA ICE CREAM) તેના અનોખા અને તાજા સ્વાદને કારણે લોકોમાં પ્રખ્યાત છે. તેના સૌથી ખાસ આઈસ્ક્રીમમાંનો એક જામફળ આઈસ્ક્રીમ છે. જે વાસ્તવિક જામફળના ટુકડા અને મસાલાઓથી (GUAVA CHILLI) બનાવવામાં આવે છે. રસ્તા પર મળતા જામફળની જેમ આઇસક્રીમમાં મરચાંનો પાવડર ભભરાવીને પીરસવામાં આવે છે.

5. પબ્બાસ- 'ગડબડ' આઈસ્ક્રીમ

મેંગલુરુનો પબ્બાસ (PABBAS ICE CREAM) ગડબડ આઈસ્ક્રીમ (GADBAD) 1975 થી બધાનો પ્રિય છે. આ રંગબેરંગી આઈસ્ક્રીમ જેલી, તાજા ફળો અને ક્રિસ્પી બદામ સાથે અનેક સ્વાદના સ્તર તૈયાર કરવામાં આવે છે. આ આઇસક્રીમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે.

આ પણ વાંચો --- PARENTING : માતા-પિતાની આ વાતો દિકરી અંદરથી તોડી નાંખે છે, તમે આવી ભૂલ ના કરતા

Tags :
Advertisement

.

×