ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navratri માં ટેટૂનો ક્રેઝ : યુવાનો પોતે જ HIV અને કેન્સર સહિતના ગંભીર રોગોને આપી રહ્યાં છે આમંત્રણ

Navratri માં ટેટૂના શોખથી આરોગ્ય પર જોખમ : નિષ્ણાતોની સાવચેતીની સલાહ
06:35 PM Sep 20, 2025 IST | Mujahid Tunvar
Navratri માં ટેટૂના શોખથી આરોગ્ય પર જોખમ : નિષ્ણાતોની સાવચેતીની સલાહ

અમદાવાદ : નવરાત્રિનો તહેવાર નજીક આવતાં ગુજરાતમાં યુવાનોમાં ટેટૂ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને ગરબા દરમિયાન ફેશનના નામે ટેટૂ બનાવવાનું ચલણ વધ્યું છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે અયોગ્ય રીતે ટેટૂ બનાવવાથી HIV, હિપેટાઈટિસ, ચામડીની ટીબી અને લાંબા ગાળે લસિકા ગ્રંથિના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. યુવાનોમાં ટેટૂના શોખને કારણે આરોગ્યના જોખમો વધી રહ્યા છે, અને આ માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

અમદાવાદના અસોસિયેટ પ્રોફેસર અને સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ ડો રીમા જોશી જણાવ્યું, “નવરાત્રિ દરમિયાન ટેમ્પરરી ટેટૂનો ક્રેઝ વધે છે, પરંતુ યુવાનો ઘણીવાર સસ્તા ડાય અને બિન-સ્ટરાઈલ સાધનોનો ઉપયોગ કરે છે, જે ગંભીર ચેપનું કારણ બની શકે છે. ખાસ કરીને પરમેનન્ટ ટેટૂ બનાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે, લસિકા ગ્રંથિના કેન્સરનું જોખમ ભલે દુર્લભ હોય પરંતુ નબળી ગુણવત્તાના ડાયનો ઉપયોગ આ જોખમ વધારી શકે છે.

અસોસિયેટ પ્રોફેસર અને સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડર્મેટોલોજિસ્ટ ડો રીમા જોશીએ કહ્યું કે, જે વ્યક્તિને સ્કિનની એલર્જી હોય તે વ્યક્તિને ટેમ્પરરી ટેટૂ કરાવવાથી પણ ખરજવા જેવા રોગો પણ થઈ શકે છે. જે આગળ ચાલીને વધારે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, ટેટૂ કરાવ્યા પછી તરત જ તડકામાં જવાનું પણ ટાળવું જોઈએ. તે ઉપરાંત રોડ ઉપર બેસતા લોકો પાસેથી ટેટૂ કરવાનું ટાળવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, ટેટૂ ચિતરવા માટે ચામડીમાં ઇન્જેક્ટ કરવામાં આવેતી ડ્રાયના કારણે ખુબ જ લાંબા ગાળે લસિકા ગ્રંથિનું પણ કેન્સર થાય છે. જાપાનમાં મોટા પ્રમાણમાં લસિકા ગ્રંથિના કેન્સર સામે આવી રહ્યાં છે. આના પાછળ ટેટૂ જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- Valsad : OBC સમાજનો કલેક્ટરને આવેદનપત્ર, 27% અનામત ન મળતાં ચૂંટણી બહિષ્કારની ચેતવણી

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ટેટૂ બનાવવાથી નીચેના જોખમો ઉભા થઈ શકે છે.

યુવાઓમાં Navratri માં ટેટૂનો ક્રેઝ ખતરનાક

નવરાત્રિ દરમિયાન ગુજરાતના યુવાનો ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ જેવા શહેરોમાં ગરબા લુકને વધુ આકર્ષક બનાવવા ટેટૂ બનાવવાનું પસંદ કરે છે. ગરબાના થીમ આધારિત ટેટૂ જેવા કે માતાજીનું ચિત્ર, ઢોલ, ગરબા સ્ટીક, કે ફેશન આધારિત ડિઝાઈન લોકપ્રિય છે. જોકે, ઘણા યુવાનો નવરાત્રિના ઉત્સાહમાં સસ્તા અને બિન-વિશ્વસનીય ટેટૂ પાર્લરમાં ટેટૂ બનાવે છે, જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ઓગસ્ટ 2024માં અમદાવાદના એક ટેટૂ પાર્લરમાં બિન-સ્ટરાઈલ સોયના ઉપયોગને કારણે ત્રણ યુવાનોને ચેપ લાગ્યો હોવાની ઘટના પણ નોંધાઈ ચૂકી છે.

Navratri માં સાવચેતીની ખાસ જરૂરિયાત

અમદાવાદના ચામડી રોગ નિષ્ણાત ડો. પ્રિયંકા શર્માએ જણાવ્યું, “નવરાત્રિ દરમિયાન ટેમ્પરરી ટેટૂનો ક્રેઝ વધે છે, પરંતુ યુવાનો ઘણીવાર સસ્તા ડાય અને બિન-સ્ટરાઈલ સાધનોનો ઉપયોગ કરે છે, જે ગંભીર ચેપનું કારણ બની શકે છે. ખાસ કરીને પરમેનન્ટ ટેટૂ બનાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.” તેમણે એમ પણ કહ્યું કે, લસિકા ગ્રંથિના કેન્સરનું જોખમ ભલે દુર્લભ હોય પરંતુ નબળી ગુણવત્તાના ડાયનો ઉપયોગ આ જોખમ વધારી શકે છે.

આ પણ વાંચો- Banaskantha : સરહદી વિસ્તારોમાં દસ દિવસે’ય ન ઓસર્યા પાણી, ગેની બેને કહ્યું- સરકારે કામ કર્યું નહીં’ને ખાલી તાળીઓ પડાવી

Tags :
#Hepatitis#Lymph Cancer#TattooRiskhealthHIVNavratri
Next Article