ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે Team India ની જાહેરાત કાલે, RO_KOની વાપસી નક્કી, વનડેમાં કેપ્ટન કોણ?
- ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે Team India ની કાલે થશે જાહેરાત, કોહલી-રોહિતની વાપસી નક્કી
- ઓસ્ટ્રેલિયા પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી દીધી છે, હવે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- વનડે ફોર્મેટમાં એક વખત ફરીથી રોહિત કેપ્ટનશી કરતાં જોવા મળી શકે છે
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઈન્ડિયાના ( Team India ) દિગ્ગજ ક્રિકેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી પાછલા કેટલાક સમયથી ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. રોહિત-કોહલી (ROKO)એ ભારત માટે અંતિમ મેચ ICC ચેમ્પિયન ટ્રોફી 2025માં રમી હતી. તે પછી બંને દિગ્ગજોએ ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)માં પોત-પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોહલી અને રોહિતે ઈંગ્લેન્ડ પ્રવાસથી પહેલા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું. તે પછી શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી પહેલા જ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે. બંને ખેલાડીઓએ 2024માં ભારતને વર્લ્ડ કપ જીતાડ્યા પછી ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. એવામાં આ બંને ખેલાડીઓ માત્ર એક દિવસીય (ODI) ફોર્મેટ માટે જ ઉપલબ્ધ છે. હવે કોહલી અને રોહિત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની એકદિવસીય શ્રેણી માટે ભારતીય ટીમનો હિસ્સો હોઈ શકે છે.
ક્રિકબજના રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) શનિવાર 4 ઓક્ટોબરે વનડે અને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. કોહલી અને રોહિતને વનડે ટીમમાં સામેલ કરવાની પૂરેપરી સંભાવના છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનો છે, જેમાં પહેલા ત્રણ એકદિવસીય મેચ 19 ઓક્ટોબરથી શરૂ થશે. તે પછી પાંચ મેચોની ટી20 સીરિઝ 29 ઓક્ટરથી 8 નવેમ્બર સુધી રમાશે.
આ પણ વાંચો- IND vs WI 1st Test : શું અમદાવાદીઓ ક્રિકેટ જોઇને કંટાળ્યા?
રોહિત શર્મા વનડે કેપ્ટન યથાવત રહેશે?
સિલેક્શન કમેટીની બેઠકમાં વનડે કેપ્ટેન્સી પર પણ ચર્ચા થશે. રોહિતને વનડે ટીમનો કેપ્ટન યથાવત રાખવામાં આવશે કે નહીં, તે જોવાનું રહેશે. આ બાબતે પસંદગીકર્તાઓ રોહિત શર્મા સાથે સીધી વાત કરવાની યોજના બનાવી રહ્યા છે. રોહિત અને કોહલી ઉપરાંત ચેમ્પિયન ટ્રોફી જીતનારી ટીમના મોટા ભાગના ખેલાડીઓની વનડે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી શકે છે.
એક મોટો પ્રશ્ન તે છે કે, શું શ્રેય્યસ અય્યરની ટી20 ટીમમાં વાપસી થશે? કેમ કે સિલેક્ટર્સ ટી20 સિરીઝ માટે 15થી વધારે ખેલાડીઓની પસંદગી કરી શકે છે, તેથી શ્રેય્યસ અય્યર ઉપરાંત યશસ્વી જાયસવાલની પણ ટી-20 ટીમમાં જગ્યા મળી શકે છે. આ બંને ખેલાડીઓ એશિયા કપ ટીમમાં જગ્યા બનાવવાથી ચૂકી ગયા હતા. સિલેક્ટર્સને તે પણ નક્કી કરવાનું છે કે શું અભિષેક શર્માને વનડે ટીમમાં લાવવામાં આવે કે નહીં.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સમયપત્રક
19 ઓક્ટોબર - પહેલી વનડે, પર્થ
23 ઓક્ટોબર - બીજી વનડે, એડિલેડ
25 ઓક્ટોબર - ત્રીજી વનડે, સિડની
29 ઓક્ટોબર - પહેલી ટી20, કેનબેરા
31 ઓક્ટોબર - બીજી ટી20, મેલબોર્ન
2 નવેમ્બર - ત્રીજી ટી20, હોબાર્ટ
6 નવેમ્બર - ચોથી ટી20, ગોલ્ડ કોસ્ટ
8 નવેમ્બર - પાંચમી ટી20, બ્રિસ્બેન
આ પણ વાંચો- IND vs WI : અમદાવાદમાં Jadeja ની ચાલી તલવાર, 5 ગગનચુંબી છગ્ગા સાથે ફટકારી સદી


