Team India new jersey : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી આવી સામે, કિટમાંથી સ્પોન્સરનું નામ ગાયબ
Team India new jersey : ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2025માં સ્પોન્સર વગરની જર્સી (Team India new jersey)સાથે રમવા ઉતરશે. ડ્રીમ 11નો બીસીસીઆઈ સાથે કરાર સમાપ્ત થયા પછી આ સ્થિતિ સર્જાઈ છે. ટીમના સભ્ય શિવમ દુબેએ નવી કિટમાં પોતાની તસવીરો શેર કરી આ વાતની પુષ્ટિ કરી છે. ભારત પોતાની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે રમશે.
શિવમ દુબેએ શેર કરી નવી જર્સી
શિવમ દુબેએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી નવી જર્સી બતાવી છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જર્સી પર માત્ર ટુર્નામેન્ટ અને દેશનું નામ છે. જ્યાં પહેલા સ્પોન્સરનું નામ લખેલું હતું, તે જગ્યા ખાલી છે. આ અઠવાડિયે બીસીસીઆઈ દ્વારા નવા સ્પોન્સર માટે અરજી આમંત્રિત કરી. અરજી માટેની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, જ્યારે દસ્તાવેજ જમા કરાવવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. બોર્ડે આ વખતે પ્રતિબંધિત બ્રાન્ડ્સની યાદી પણ તૈયાર કરી જેથી ડ્રીમ 11 જેવી સ્થિતિ બીજીવાર સર્જાય નહીં.
View this post on Instagram
જર્સી સ્પોન્સરશિપની બેઝ પ્રાઇઝ વધારી
BCCIએ ટીમ ઇન્ડિયાની જર્સી સ્પોન્સરશિપની બેઝ પ્રાઇઝ વધારી દીધી છે. બાઇલેટરલ મેચ માટે 3.5 કરોડ અને મલ્ટીલેટરલ ટુર્નામેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં આશરે 130 મેચ રમાશે. જેથી 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી થાય એવી આશા છે.
મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.
નોંધનીય છે કે, એશિયા કપ 2025 પહેલાં છેલ્લી વાર જાન્યુઆરી 2020માં ઑસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ દરમિયાન ટીમ ઇન્ડિયા સ્પોન્સર વગરની જર્સી પહેરી હતી. તે સમયે Oppo સાથેનો કરાર પૂરો થયો હતો અને Byju’s નો લોગો હજુ જર્સી પર મૂકાયો ન હતો. મુંબઈમાં પહેલી ODI (14 જાન્યુઆરી 2020) દરમિયાન ખેલાડીઓ સ્પોન્સર વગરની જર્સી સાથે મેદાનમાં ઉતર્યા હતા. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.


