Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Telangana Election : મતદાન પહેલા મળી આવ્યો નોટોનો પહાડ, 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયા જપ્ત

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન, ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસે રંગારેડ્ડીના ગચીબાઉલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. જ્યારે કાર ચાલકોને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ આ રોકડનો કોઈ હિસાબ...
telangana election   મતદાન પહેલા મળી આવ્યો નોટોનો પહાડ  5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયા જપ્ત
Advertisement

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. દરમિયાન, ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસે રંગારેડ્ડીના ગચીબાઉલીમાં એક કારમાંથી રૂ. 5 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. જ્યારે કાર ચાલકોને આ રોકડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ આ રોકડનો કોઈ હિસાબ આપી શક્યા ન હતા. પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી બે સૂટકેસ મળી આવ્યા હતા. જ્યારે તેને ખોલીને જોયું તો પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રોકડ જપ્ત કરી ત્રણેય લોકોને કસ્ટડીમાં લીધા હતા. આ રોકડ આવકવેરા વિભાગને સોંપવામાં આવી હતી.

Advertisement

5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 1760 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે

આ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદથી લગભગ 1760 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ 2018માં આ 5 રાજ્યોમાંથી મળેલી રોકડ કરતાં 7 ગણી વધારે છે. ચૂંટણી પંચ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આવી કાર્યવાહી કરે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ચૂંટણીની જાહેરાત બાદ એમપી, મિઝોરમ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાંથી 1760 કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. જ્યારે 2018માં આ રાજ્યોમાંથી 239.15 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ ચૂંટણી પંચે ગુજરાત, હિમાચલ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા અને કર્ણાટકમાં 1400 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ છેલ્લી ચૂંટણીમાં જપ્ત કરાયેલી રોકડ કરતાં 11 ગણી વધારે છે.

આ પણ વાંચો : Uttarkashi Tunnel : 12 મીટરનું અંતર છતાં મંઝિલ દૂર, સુરંગમાં ફસાયેલા 41 કામદારો આજે જોઈ શકશે નવી સવાર ?

Tags :
Advertisement

.

×