ફેમસ અભિનેત્રી પર કામવાળીએ લગાવ્યો આરોપ, ધમકાવતી, 'તું મારા જુતા બરાબર...'
- તેલુગુ ઇન્ટસ્ટ્રીની સફળ અભિનેત્રી અને તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ
- ઘરકામ કરતી 22 વર્ષિય યુવતિએ લગાવ્યા ગંભીર આરોપ
- ફિલ્મનગર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
Dimple Hayathi Police Case : આનંદ એલ. રાયની "અતરંગી રે" ફિલ્મમાં અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન સાથે જોવા મળેલી અભિનેત્રી ડિમ્પલ હયાતી (Dimple Hayathi Police Case) વિરુદ્ધ હૈદરાબાદના ફિલ્મ નગર પોલીસ સ્ટેશનમાં (Film Nagar Police Station) ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડિમ્પલ (Dimple Hayathi) અને તેના પતિ વિક્ટર ડેવિડ (Victor David) પર તેમના બે નોકરો દ્વારા ગેરવર્તણૂકનો (Domestic Help File Case) આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેત્રીની એક ઘરકામ કરતી મહિલાનો આરોપ છે કે, તેમણે અને તેના પતિએ તેણીના કપડાં કાઢીને ફિલ્માંકન કરવાનો પ્રયાસ કર્યો હતો, અને તેણી પર હુમલો પણ કર્યો હતો.
ડિમ્પલ હયાતી અને તેના પતિ સામે કેસ દાખલ
પોલીસે હાલમાં નોકરાણીની ફરિયાદના આધારે ડિમ્પલ હયાતી અને તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ (Dimple Hayathi Police Case) કર્યો છે, અને આ મામલાની વધુ તપાસ કરી રહી છે. અહેવાલ મુજબ, ઓડિશાના રાયગડા જિલ્લાની 22 વર્ષીય યુવતિ પ્રિયંકાએ ડિમ્પલ અને વિક્ટર ડેવિડ પર આરોપ (Dimple Hayathi Police Case) લગાવ્યો છે કે, તેણીએ બંજારા હિલ્સ સ્થિત તેમના વેસ્ટવુડ એપાર્ટમેન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી તે સતત તેનું અપમાન કરતી હતી. પ્રિયંકાએ દાવો કર્યો છે કે, તેને પૂરતું ભોજન આપવામાં આવતું નથી, કે સારી રીતે રાખરખાવ કરવામાં આવતી નથી. આ દંપતી તેમની પાસેથી સતત કામ કરાવે છે, અને તેમની સાથે કૂતરા જેવું વર્તન કરે છે.
દંપતી સામે ગંભીર આરોપો
ડિમ્પલ હયાતીના (Dimple Hayathi Police Case) ઘરની મદદનીશ પ્રિયંકાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેત્રી "તારું જીવન મારા જૂતાની કિંમત બરાબર પણ નથી" જેવી અપમાનજનક ટિપ્પણીઓ કરે છે. તેણી જોડે વારંવાર દુર્વ્યવહાર પણ કરવામાં આવે છે. 29 સપ્ટેમ્બરના રોજ, પ્રિયંકાએ ડિમ્પલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો કર્યો હતો, ત્યારબાદ દંપતીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે પ્રિયંકાએ ઘટના રેકોર્ડ કરવા માટે તેનો મોબાઈલ ફોન કાઢ્યો, ત્યારે તે છીનવી લેવામાં આવ્યો હતો અને તોડી નાખવામાં આવ્યો હતો.
Hyderabad, Telangana | Telugu actress Dimple Hayathi and her husband have been booked by the Filmnagar Police Station in Hyderabad for allegedly harassing and abusing their two servants from Odisha. The Police registered a case and are investigating the matter: Inspector of Film…
— ANI (@ANI) October 1, 2025
હુમલો કરવાનો પણ આરોપ
ફિલ્મનગર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરે મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું કે,"તેલુગુ અભિનેત્રી ડિમ્પલ હયાતી (Dimple Hayathi Police Case) અને તેના પતિ પર હૈદરાબાદના ફિલ્મનગર પોલીસ સ્ટેશન દ્વારા ઓડિશાના તેમના બે નોકરોને હેરાન કરવા અને દુર્વ્યવહાર કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે, અને આ મામલાની તપાસ કરી રહી છે"
ડિમ્પલ હયાતીની અભિનય કારકિર્દી
ડિમ્પલ હયાતીની (Dimple Hayathi Police Case) અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણી "અતરંગી રે," "ખિલાડી," અને "વીરમે વાગાઈ સૂદુમ" જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેણીએ 2017 માં ફિલ્મ "ગલ્ફ" થી અભિનયની શરૂઆત કરી હતી, જેનું IMDb રેટિંગ 8.7 છે. ડિમ્પલ ઉપરાંત, આ ફિલ્મમાં શિવ કાર્તિક અને ચેતન મેડિનેની પણ છે.
આ પણ વાંચો ----- 'Pahalgam Attack પછી હું તૈયાર ન્હતો', પાકિસ્તાન સાથે નહીં રમવા અંગે શિખર ધવને ખોલ્યા રાઝ


