'મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી', Sania Mirza નો બેબાક અંદાજ
- ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની પોસ્ટ વાયરલ
- સાનિયા મિર્ધાએ દરેકને ખુશ કરવા અંગે પોતાનો બેબાક મત મુક્યો
- ઇન્સ્ટાગ્રામમના કોમેન્ટ સેક્શનમાં સકારાત્મક ટિપ્પણીઓ છવાઇ
Sania Mirza Instagram : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Indian Tennis Star - Sania Mirza) હંમેશા પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને (Instagram Post) કારણે ચર્ચામાં રહે છે. સાનિયા મિર્ઝાએ (Sania Mirza Instagram Post) બુધવારે ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી. સાનિયા મિર્ઝાએ (Sania Mirza Instagram Post) પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'સત્તાવાર રીતે, હું હવે એવા તબક્કામાં છું, જ્યારે મારે દરેકને ખુશ કરવાની જરૂર નથી, કારણ કે હું કોફી નથી.' આ પછી, તેણે સ્માઇલિંગ ફેસનું ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું.
View this post on Instagram
ટેનિસ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી
સાનિયા મિર્ઝા (Sania Mirza Instagram Post) કદાચ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કહેવા માંગે છે કે, હવે તે બીજાને ખુશ કરવા અથવા દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પોતાને બદલવાનો પ્રયાસ કરશે નહીં. દરેકને ખુશ કરવું શક્ય નથી, જેમ કે, દરેકને કોફી ગમે છે, પરંતુ માણસો કોફી નથી. સાનિયા મિર્ઝાએ ઇમોજીસ દ્વારા પોતાની આત્મવિશ્વાસપૂર્ણ અને નટખટ શૈલી બતાવી છે, જેનો મતલબ, 'હવે હું મારી રીતે મારું જીવન જીવીશ, કોઈની પરવા કર્યા વિના.' તેવો થાય છે.
કેપ્શન પર મિત્ર અનન્યા બિરલાની ટિપ્પણી વાયરલ થઈ રહી છે
સાનિયા મિર્ઝાની (Sania Mirza Instagram Post) પોસ્ટ પર, તેની નજીકની મિત્ર અનન્યા બિરલાએ (Ananya Birla) રમુજી અને સુંદર રીતે લખ્યું, 'ભાઈ, તમે ચા છો... અને ચા શ્રેષ્ઠ છે.' મતલબ કે જો કોફી દરેકને ખુશ કરી શકે છે, તો ચા તેના કરતાં પણ સારી છે અને સાનિયા મિર્ઝા ચા જેવી છે, જે સૌથી ખાસ અને દરેકની પ્રિય છે. સરળ ભાષામાં, મિત્રએ તેની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, તારી તુલના કોફી સાથે કરવાની જરૂર નથી, કારણ કે તમે ચા જેવી છો, જે દરેકની પ્રિય અને સારી છે.
સાનિયા મિર્ઝાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
ચાહકોને આ હળવાશભરી ટિપ્પણી ખૂબ ગમી હતી. યુઝર્સે મજાકમાં એમ પણ લખ્યું કે, ભલે કોફી ટ્રેન્ડમાં હોય, પણ દરેકની વાસ્તવિક પ્રિય ચા છે. સાનિયા મિર્ઝાની આ ઇન્સ્ટા પોસ્ટ સોશિયલ મીડિયા (Sania Mirza Instagram Post) પર વાયરલ થઈ રહી છે. ઝહીર ખાનની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ, રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને સાનિયા મિર્ઝાના ફોટા પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.
સાનિયા મિર્ઝા અને અનન્યા બિરલા નજીકના મિત્રો છે
અનન્યા બિરલા અને સાનિયા મિર્ઝા (Sania Mirza Instagram Post) નજીકના મિત્રો છે. તેમના સંબંધો સોશિયલ મીડિયા પર પણ પ્રતિબિંબિત થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, સાનિયાના જન્મદિવસ નિમિત્તે અનન્યા બિરલા પણ હાજર હતી. વીડિયોમાં, બંને સાથે ગાયન ગાતા જોવા મળ્યા હતા, જે તેમની વચ્ચે મજબૂત બંધન દર્શાવે છે. બંને ભારતના અગ્રણી વ્યક્તિત્વો છે. અનન્યા બિરલા એક સંગીતકાર અને ઉદ્યોગસાહસિક છે, જ્યારે સાનિયા મિર્ઝા એક પ્રખ્યાત ટેનિસ ખેલાડી છે.
આ પણ વાંચો ----- India vs Pakistan વચ્ચેની એશિયા કપની મેચ પર સંકટ: સુપ્રીમ કોર્ટમાં અરજી, રદ થશે મેચ?


