Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુદાનમાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાના જવાનો સહિત 9 મુસાફરોના મોત

આફ્રિકન દેશ સુદાનમાં રવિવારે મોડી રાત્રે એક વિમાનમાં બેઠેલા લોકોને સપને પણ ખ્યાલ નહોતો કે તેઓની સાથે શું થવાનું છે. મળતી માહિતી અનુસાર, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ પ્લેન ક્રેશમાં 9 મુસાફરોના મોત થયા હોવાનો અહેવાલ છે. જેમાંથી 4 સેનાના...
સુદાનમાં ભયાનક વિમાન દુર્ઘટના  સેનાના જવાનો સહિત 9 મુસાફરોના મોત
Advertisement

આફ્રિકન દેશ સુદાનમાં રવિવારે મોડી રાત્રે એક વિમાનમાં બેઠેલા લોકોને સપને પણ ખ્યાલ નહોતો કે તેઓની સાથે શું થવાનું છે. મળતી માહિતી અનુસાર, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ પ્લેન ક્રેશમાં 9 મુસાફરોના મોત થયા હોવાનો અહેવાલ છે. જેમાંથી 4 સેનાના જવાનો હોવાનું સામે આવી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો છે. તેને તુરંત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્લેન ક્રેશમાં 9 લોકોના મોત

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે, સિવિલ એરક્રાફ્ટ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું. તે જ સમયે અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને પ્લેન ટેક ઓફ કરતી વખતે ક્રેશ થઈ ગયું. આ ભયાનક પ્લેન ક્રેશમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમા 4 સેનાના જવાનો પણ સામેલ છે. નોંધપાત્ર રીતે, 15 એપ્રિલથી, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના સો દિવસ પૂરા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તે ક્યાંયથી અટકતું જણાતું નથી. વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. ઓળખ બાદ તમામ મૃતકોના નામ પણ જાહેર કરવામાં આવશે. પ્લેન ક્રેશની જાણકારી મળ્યા બાદ એરપોર્ટ પર મુસાફરોના સંબંધીઓની ભીડ એકઠી થવા લાગી હતી.

Advertisement

દુર્ઘટના થવાનું કારણ શું ?

સુદાનના સૈન્ય અધિકારીઓએ એરપોર્ટ પ્લેન ક્રેશ માટે ટેક્નિકલ ખામીને જવાબદાર ગણાવી હતી. પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે તે બેકાબૂ બની ગયું હતું અને તેમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની મદદથી પ્લેનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્લેન ક્રેશના કારણની તપાસ કરવામાં આવશે. પ્લેનનો કાટમાળ પણ ભેગો કરવામાં આવશે.

2021માં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત 

જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2021માં સુદાનની રાજધાની ખાર્તુમમાં એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં લેફ્ટનન્ટ કર્નલ સહિત 3 અધિકારીઓના મોત થયા હતા.

આ પણ વાંચો - Air India ના વિમાનમાં અચાનક થયો બ્લાસ્ટ, કરાયું ઈમરજન્સી લેન્ડિગ

આ પણ વાંચો - પાયલોટની સમજદારીએ મુસાફરોનો બચાવ્યો જીવ, લેન્ડિંગ ગેયર વિના લેન્ડ કર્યું વિમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×