Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat માં અસામાજિક તત્વોનો આતંક, પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત, ગાડી ચાલકોને માર માર્યો

સુરતના ઉધનામાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ચાર યુવકે જે દેખાયા તેમને માર મારી રીતસરનો આતંક મચાવી દીધો હતો. પહેલા બાઈક ચાલક બાદમાં કારચાલક અને ત્યાર બાદ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી ભયનો...
surat માં અસામાજિક તત્વોનો આતંક  પેટ્રોલ પંપ પર મચાવ્યો ઉત્પાત  ગાડી ચાલકોને માર માર્યો
Advertisement

સુરતના ઉધનામાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ચાર યુવકે જે દેખાયા તેમને માર મારી રીતસરનો આતંક મચાવી દીધો હતો. પહેલા બાઈક ચાલક બાદમાં કારચાલક અને ત્યાર બાદ પેટ્રોલ પંપના કર્મચારીને માર મારી ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ખુલ્લેઆમ ગુંડાગીરીની આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. આ મામલે જાણ થતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે.

CCTV માં જોઈ શકાય છે કે, મોપેડ પર આવેલા 3 જેટલા ઈસમો સૌ પ્રથમ એક વ્યક્તિને માર મારવાની કોશિશ કરે છે, જો કે તે યુવક ત્યાંથી નાસી છૂટે છે. જે બાદ ત્યાં આગળ એક ફોરવ્હીલ આવે છે, ત્યારે અસમાજિક તત્વો ફોરવ્હીલને પણ લાતો મારે છે, જેથી કાર ચાલક પણ ત્યાંથી પોતાનું વાહન દોડાવી મૂકે છે. આખરે અસામાજિક તત્વો દ્વારા ત્યાં હાજર પેટ્રોલ પંપના કર્મચારીને માર મારવામાં આવે છે.

Advertisement

Advertisement

કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

શહેરમાં વધતા દૂષણોને ડામવા અતિઆવશ્યક છે, પરંતુ આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેવું આ વીડિયોના માધ્યમથી જોઈ શકાય છે. લુખ્ખાગીરી બતાવી પોલીસને ખુલ્લેઆમ ફડકાર ફેંકતો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ વીડિયો પછી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

આ પણ વાંચો : Ahmedabad : કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા સાડા પાંચ હજાર કિલો માવા સહિત રૂ. 1.82 કરોડની ખાદ્ય સામગ્રી જપ્ત

Tags :
Advertisement

.

×