ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Terrorist Attack: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી

Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ નાપાક કૃત્ય કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આતંકવાદીઓએ સોમવારે રાત્રે શ્રીનગરના શોપિયામાં એક ડ્રાઈવરને ગોળી મારવામાં આવી હતીં. મળતી જાણકારી પ્રમાણે ઘાયલ ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી...
11:00 PM Apr 08, 2024 IST | VIMAL PRAJAPATI
Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ નાપાક કૃત્ય કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આતંકવાદીઓએ સોમવારે રાત્રે શ્રીનગરના શોપિયામાં એક ડ્રાઈવરને ગોળી મારવામાં આવી હતીં. મળતી જાણકારી પ્રમાણે ઘાયલ ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી...
Terrorist attack in shopian

Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ નાપાક કૃત્ય કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આતંકવાદીઓએ સોમવારે રાત્રે શ્રીનગરના શોપિયામાં એક ડ્રાઈવરને ગોળી મારવામાં આવી હતીં. મળતી જાણકારી પ્રમાણે ઘાયલ ડ્રાઈવર દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી સુરક્ષા દળોની ટીમ ઘાયલ ડ્રાઈવરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોક્ટરોએ ઘાયલોને સારી સારવાર માટે શ્રીનગર રિફર કર્યા હતા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ તેને ખુબ જ નજીકથી ગોળી મારીઃ સૂત્રો

મળતી જાણકારી પ્રમાણે દિલ્હીના રહેવાશી પરમજિત સિંહ ટ્રક ડ્રાઈવર છે. તેઓ ગાડી લઈને શોપિયા વિસ્તારમાં આવેલા હતાં. સોમવારે મોટી રાત્રે આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો હતો. જેમાં આતંકવાદીઓએ તેમની નિશાનો બનાવીને ફાયરિંગ કર્યુ હતું. વિગતે પ્રમાણે આતંકવાદીઓએ તેને ખુબ જ નજીકથી ગોળી મારી છે. જેમાં પરમજીતને ઈજા થઈ હતી. ગોળીનો અવાજ સાંભળીને લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી સુરક્ષાદળો અત્યારે આગળની તપાસ હાથ કરીને આ વિસ્તારને ઘેરી લીધો છે. નોંધનીય છે કે, ફરી એકવાર આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે.

ડ્રાઈવરની હાલત અત્યારે વધારે ગંભીર

અત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે તેમની હાલત અત્યારે વધારે ગંભીર છે. આ આતંકવાદી હુમલા (Terrorist Attack) બાદ આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ઘણા સમય પછી અહીં આ પ્રકારનો હુમલો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે આ મામલે તપાસ અને આંતકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, અત્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પણ કાર્યવાહી માટે સક્રિય થઈ ગયા હશે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: અમેઠીનું આ ગામ કોંગ્રેસને નહીં આપે મત, જાણો શું છે કારણ?

આ પણ વાંચો: Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…

આ પણ વાંચો: PM Modi : છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આજથી PM મોદીનો પ્રચંડ પ્રચાર, જંગી રેલીઓ-રોડ શો કરશે

Tags :
national newsTerrorist attacTerrorist attackTerrorist attack in indiaTerrorist attack in jammuTerrorist attack in Jammu and KashmirTerrorist attack in shopianToday National NewsToday's National News
Next Article