gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર
- ફિલ્મ ઉદ્યોગમાં વિક્રમ ઠાકોરનું યોગદાન
- સરકારના અવગણના પર નારાજગી
- પ્રતિસાદ અને વિરોધની તૈયારી
- શક્તિશાળી મંચ અને એકતા માટે સંકલ્પ
Sneh Milan Sammelan : ગાંધીનગરના કુડાસણ ખાતે તુલસી ફાર્મમાં ઠાકોર સમાજે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું, જેમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. આ સંમેલનનું આયોજન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યના વિવિધ કલાકારો તેમજ સમર્થકો હાજર રહ્યા. રાજ શેખાવત પણ આ સંમેલનમાં હાજર રહ્યા.
વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi), ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર (Mayabhai Ahir) સહિતનાં ગુજરાતનાં જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને કલાકારોએ ગૃહની કામગીરી નીહાળી હતી. જો કે, આ મામલે અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી. હવે વિક્રમ ઠાકોર, જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના નાયક છે, તેઓ આ સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા ઠાકોર સમાજના પ્રતિનિધિઓ અને તેમના સાથી કલાકારો સાથે થયેલી અવગણના વિશે ચર્ચા કરશે.
શું કહ્યું ભરતજી ઠાકોરે ?
આ સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે આકરા સુરમાં કહ્યું કે, રાજ્ય સરકારના કાર્યક્રમોમાં, જેમ કે કાંકરિયા કાર્નિવલ હોય કે ગાંધીનગરમાં કોઈ કાર્યક્રમ હોય કે પછી સરકારી ઇવેન્ટ્સમાં, ઠાકોર સમાજના કલાકારો અને તેમના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવતા નથી. મૃતપાય થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓએ જીવિત કરી છે. આ એક પ્રથમ સંમેલન છે આગામી સમયમાં વધુ રણનીતિ બનાવવામાં આવશે. આગળ જતા વધુ મોટું સંમેલન કરીશું, અમે હવે લડી લેવાના મૂડમાં છીએ. વધુમાં તેમણે કહ્યું, અમે એકતા અને સહકારથી આગળ વધીશું.
આ પણ વાંચો : Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે
શું કહ્યું રાજ શેખાવતે ?
ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આકરા સુરમાં કહ્યું, ક્ષત્રીય એકતા જિંદાબાદ..આજે આપણે સૌ ભેગા થયા. આ જે ધટના બની છે તેવુ ભવિષ્યમાં ન બને તે માટે તેનુ પુનરાવર્તન રોકવું પડશે. વિક્રમ ઠાકોર બોલિવૂડનો અમિતાભ બચ્ચન છે. એનું અપમાન થાય એ જોઈ લેવાનું ? કોઈ કલાકારને માન મળે છે તો એનો અમને વાંધો નથી. પણ અપમાન અમે નહીં ચલાવી લઈએ. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે યોગદાન વિક્રમ ઠાકોરે આપ્યું છે તે કોઈ આપી શકે નહી. વિધાનસભા જવું છે તૈયાર છીએ. વિક્રમ ઠાકોર ઊભો થાય તો ભીડ એના સાથે ઉભી હોય છે. હીરો કોણ છે વિક્રમ ઠાકોર. ગુજરાતમાં આપણે 31 ટકા છીએ. આખરે જે ભાગલાઓ પડી ગયા છે એ તમામ ક્ષત્રિય છે. હવે તમામ ક્ષત્રિયો એક સાથે મંચ પર આવી ગયા છે. કોઈના બાપની તાકાત હોય તો આવી ને બતાવે.
વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, "રાજ્ય સરકારના તમામ કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપવામાં આવતું નથી, અને આ માટે અમારે હવે એકઠા થવા અને સશક્ત પ્રતિસાદ આપવાની જરૂર છે."
ભવિષ્યમાં, ઠાકોર સમાજ વધુ સામાજિક અને રાજકીય સભ્યતાઓ માટે મંચ તૈયાર કરવા માટે સંકલ્પિત છે. આ સંમેલન એ ઠાકોર સમાજના સંઘર્ષની શરૂઆત છે. હવે આ સંઘર્ષ વધુ સક્રિય અને આયોજનબદ્ધ થવાનુ છે. રાજ્ય સરકાર વિરુદ્ધ લડવાની તૈયારી સાથે, ઠાકોર સમાજ વધુ મહત્ત્વના કાર્યક્રમો અને સંમેલનો યોજવાનો ઈરાદો ધરાવે છે.
આ પણ વાંચો : RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત


