અભિનેત્રીએ હજુ સંન્યાસ પણ નથી લીધો અને મહામંડલેશ્વર કેવી રીતે બની શકે: શંકરાચાર્ય
- ઉત્તરાખંડના જ્યોતિષપીઠના શંકરાચાર્ય સાથે ખાસ ચર્ચા
- અસલી અને નકલી સાધુ પર શંકરાચાર્યએ આપ્યું નિવેદન
- મહાકુંભનો તમામને લાભ લેવા અવિમુક્તેશ્વરાનંદનું આહ્વાન
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
મહાકુંભમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો સંદેશ
અવિમુક્તેશ્વરાનંદજીએ મહાકુંભ વિશે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ શરૂ કરેલ આ મહાકુંભ પ્રથાનો આપણે સમજવી જોઈએ અને તે સમયનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે સમય હોય ત્યારે આપણે ઉપયોગ ના કરીએ અને પછી પછતાવો થતો હોય છે. હિન્દુ ધર્મમાં આનાથી વધારે કોઈ સમય નથી. અહીંયાનો એક સેકન્ડ પણ હજારો વર્ષોની તપસ્યા બરાબર છે.
મહાકુંભમાં આયોજિત યજ્ઞનું મહત્ત્વ શું છે?
મહાકુંભમાં થતાં યજ્ઞ વિશે શંકરાચાર્યએ જણાવ્યું કે, આ જે પ્રયાગ છે તેનું નામ પ્રયાગ એટલે પડ્યું કેમ કે અહીંયા બહુ મોટા યજ્ઞ થતાં હતા. અહીંયા વિશેષ પ્રકારના યજ્ઞનું આયોજન થતું હતું. એટલા માટે જ આ જગ્યાનું નામ પ્રયાગ છે.
સનાતન ધર્મીઓ માટે ગૌરક્ષાનું મહત્ત્વ
શંકરાચાર્યજીએ જણાવ્યું કે, હાલમાં ગૌરક્ષા માટે આયોજન થવા જ જોઈએ કેમ કે ગૌહત્યા વધતી જાય છે. એટલા માટે ગૌરક્ષાના ઉદ્દેશ્યથી અહીંયા યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે.
ધર્મ સંસદનું આયોજન કેમ?
શંકરાચાર્યજીએ જણાવ્યું કે, ધર્મ સંસદનું આયોજન એટલા માટે થઈ રહ્યું છે કેમ કે, ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેમજ ગૌહત્યા માટે કાયદો બનાવવામાં આવે.
સાચા શંકરાચાર્ય કોણ, તેમની ઓળખ કેવી રીતે થઈ શકે?
શંકરાચાર્યજીએ જણાવ્યું કે, અત્યારે દરેક જગ્યાએ નકલી-નકલી જ જોવા મળે છે ઓરિજનલની કોપી કરીને નકલી બનતું જાય છે. એટલે નકલી સાધુ-સંતોથી સાવધાન રહેવું જોઈએ અને અસલી શંકરાચાર્યની ઓળખ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ.
અભિનેત્રી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બન્યા શું યોગ્ય છે?
શંકરાચાર્યજીએ જણાવ્યું કે, અભિનેત્રી આધ્યાત્મનો માર્ગ અપનાવી શકે છે પણ મારા પ્રશ્ન એ છે કે, કોઈ વ્યક્તિએ સંન્યાસ ધારણ જ ના કર્યો તો સીધા મહામંડલેશ્વર કેવી રીતે બની શકે? આધ્યાત્મની દુનિયામાં પ્રવેશ જ કર્યો હોય અને સીધા જ મહામંડલેશ્વર કેવી રીતે બની શકે?
આ પણ વાંચો: Mahakumbh: સનાતનની સુરક્ષા જ ધર્મ સંસદનો મુખ્ય એજન્ડા છે: વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર