Bhavnagar : પાલીતાણાના વાતાવરણમાં આવ્યો પલટો, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો
- ભાવનગરના પાલીતાણાના વાતાવરણમાં આવ્યો પલટો
- વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
- પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
સિહોર તાલુકાના વરલ, બુઢણા ગામે સુપડાની ધારે ધોધમાર વરસાદ પડ્યો હતો. સિહોર, ટાણા, વરલ, થાળા, અગિયાળી, પીપરલા, લવરડા, બુઢના સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સિહોર તાલુકાના વરલ ગામે વીજળીના કડાકા ભડાક સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદે ખેતરોના પાળા તૂટી ગયા હતા.
વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભાવનગરના પાલીતાણાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વિરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર ગામમાં વરસાદી માહોલ છવાયો હતો. જામવાળી, લુવારવાવ, સેંજળીયા, ઘેટી ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.
નીચાણવાળા 10 જેટલા ગામોને કરાયા એલર્ટ
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદરા બેટિંગ થવા પામી હતી. ભારે વરસાદથી શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો હતો. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતા. નીચાણવાળા 10 જેટલા ગામોને એલર્ટ કરાયા હતા.
જિલ્લામાં જામ્યો ફરી વરસાદી માહોલ
ભાવનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. સિહોર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોનગઢ, ટાણા, વરલ, ભાખલમાં વરસાદ પડ્યો હતો. દેવગણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યમાં સરેરાશ 46 ટકા જેટલા વરસાદથી જળાશયો ભરાયા, સરદાર સરોવર ડેમ 48.15 ટકા જેટલો ભરાયો
વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું. સાંબેલાધાર વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ભીડભંજન ચોક, જશોનાથ સર્કલ, કાળાનાથ, નવાપરા, ઘોઘા ગેઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ VADODARA : સ્મશાનનો વહીવટ સંસ્થાને સોંપ્યાના પ્રથમ દિવસે જ ભારે અંધાધૂંધી સર્જાઇ


