Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtraના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું સસ્પેન્સ ખતમ BJPની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં મહાયુતિના નેતાઓ બપોરે 3.30 વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે Maharashtra New CM :...
maharashtraના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી
Advertisement
  • મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું સસ્પેન્સ ખતમ
  • BJPની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી
  • ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં
  • મહાયુતિના નેતાઓ બપોરે 3.30 વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

Maharashtra New CM : મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું (Maharashtra New CM) સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. મુંબઈમાં બીજેપીની કોર ગ્રુપની બેઠક પૂરી થઈ ગઈ છે અને વિધાયક દળની બેઠક શરૂ થઈ ગઈ છે અને ભાજપના ધારાસભ્યોની સાથે સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યો પણ મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા છે.

ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં

મળતી માહિતી મુજબ, ફડણવીસના નામની ઔપચારિક જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને ધારાસભ્ય દળની બેઠકમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો---Maharashtra: ભાજપનો જવાબ સાંભળીને શિંદે અવાચક થઈ ગયા

Advertisement

મહાયુતિના નેતાઓ બપોરે 3.30 વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રને તેના વિકાસ અને ભવિષ્ય માટે દેવેન્દ્ર ફડણવીસની જરૂર છે. અમે તેમની સાથે છીએ અને મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે ફડણવીસ મુખ્યમંત્રી બને. અહેવાલો અનુસાર, મહાયુતિના નેતાઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે બપોરે 3:30 વાગ્યે ગવર્નર હાઉસ જશે.

આ પણ વાંચો---Pawan Kalyanનો અચાનક કાકીનાડા પોર્ટ પર છાપો, ચોખાની દાણચોરીનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.

×