Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Metaને ભારતમાં મોટો ઝટકો, 213.14 કરોડની પેનલ્ટી

WhatsApp અને તેની પેરેન્ટ કંપની Metaને ભારતમાં મોટો ઝટકો સીસીઆઈએ મેટાને કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મેટા પર રૂ. 213.14 કરોડ નો દંડ ફટકાર્યો કંપનીએ તેના વપરાશકર્તાઓના ડેટાને Facebook અને Instagram...
metaને ભારતમાં મોટો ઝટકો  213 14 કરોડની પેનલ્ટી
Advertisement
  • WhatsApp અને તેની પેરેન્ટ કંપની Metaને ભારતમાં મોટો ઝટકો
  • સીસીઆઈએ મેટાને કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો
  • કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મેટા પર રૂ. 213.14 કરોડ નો દંડ ફટકાર્યો
  • કંપનીએ તેના વપરાશકર્તાઓના ડેટાને Facebook અને Instagram જેવી અન્ય મેટા કંપનીઓ સાથે શેર કરવાની જોગવાઈ કરી હતી

META Penalty : WhatsApp અને તેની પેરેન્ટ કંપની Metaને ભારતમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતના કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મેટા પર રૂ. 213.14 કરોડ (લગભગ US$25.3 મિલિયન)નો દંડ લાદ્યો છે. આ દંડ 2021 માં WhatsAppની ગોપનીયતા નીતિમાં કરવામાં આવેલા અપડેટને કારણે લગાવવામાં આવ્યો છે, જેમાં કંપનીએ તેના વપરાશકર્તાઓના ડેટાને Facebook અને Instagram જેવી અન્ય મેટા કંપનીઓ સાથે શેર કરવાની જોગવાઈ કરી હતી. સીસીઆઈએ મેટાને કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન માનીને દંડ ફટકાર્યો છે.

આગામી પાંચ વર્ષ સુધી અન્ય મેટા કંપનીઓ સાથે તેના યુઝર્સનો ડેટા શેર ન કરવાનો નિર્દેશ

CCIએ વોટ્સએપને આગામી પાંચ વર્ષ સુધી અન્ય મેટા કંપનીઓ સાથે તેના યુઝર્સનો ડેટા શેર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય સીસીઆઈએ વોટ્સએપને વોટ્સએપ સેવાઓનો ઉપયોગ કરવા માટે ડેટા શેરિંગને આવશ્યક શરત ન બનાવવા માટે પણ કહ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો----Starlink: ભારતમાં સિમ કાર્ડ વગર ચાલશે ઈન્ટરનેટ..!

વપરાશકર્તાઓની સંમતિ લેવી ફરજિયાત હતી

CCI અનુસાર, 2021 માં કરવામાં આવેલ WhatsAppનું આ અપડેટ એક ગેરકાયદેસર શરત હતું, જેમાં મેટા સાથે ડેટા શેર કરવા માટે વપરાશકર્તાઓની સંમતિ લેવી ફરજિયાત હતી. કમિશને એમ પણ કહ્યું કે વોટ્સએપના આ અપડેટથી યુઝર્સની સ્વતંત્રતા મર્યાદિત થઈ ગઈ છે, કારણ કે યુઝર્સ પાસે ડેટા શેર ન કરવાનો વિકલ્પ નથી. CCI માને છે કે આ અપડેટે મેટાને તેની એકાધિકારનો લાભ લેવાની તક આપી.

મેટાએ CCIના નિર્ણય સામે અપીલ કરવાનો નિર્ણય લીધો

વોટ્સએપની 2021 ગોપનીયતા નીતિની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી. બ્રાઝિલમાં પણ ઓગસ્ટ 2024માં વોટ્સએપને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે ડેટા શેર કરવાથી રોકી દેવામાં આવ્યું હતું. મેટાએ CCIના નિર્ણય સામે અપીલ કરવાનો નિર્ણય લીધો છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે CCIના નિર્ણય સાથે અસંમત છીએ અને અપીલ કરીશું. 2021ના અપડેટથી વ્યક્તિગત સંદેશાઓની ગોપનીયતામાં કોઈ ફેરફાર થયો નથી અને તે વપરાશકર્તાઓ માટે એક વિકલ્પ હતો. CCIએ માર્ચ 2021માં આ બાબતે એક સલાહકાર અભિપ્રાય બહાર પાડ્યો હતો. તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે વોટ્સએપ અને મેટાએ દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો----ISRO એલોન મસ્કની કંપની સાથે GSAT-N2 લોન્ચ કરશે, 99 % સફળતાની ખાતરી...

Tags :
Advertisement

.

×