Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kashmir: કાશ્મીરની દશા અને દિશા બદલાઈ, આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા 35 વર્ષે ખુલ્યા

Jammu and Kashmir: ભારતની દશા અને દિશમાં અત્યારે સારો એવો બદલાવ આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરની વાત કરવામાં આવે તો અત્યારે ત્યા પણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, આજથી કેટલાક વર્ષો પહેલા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ છાસવારે...
kashmir  કાશ્મીરની દશા અને દિશા બદલાઈ  આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા 35 વર્ષે ખુલ્યા
Advertisement

Jammu and Kashmir: ભારતની દશા અને દિશમાં અત્યારે સારો એવો બદલાવ આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરની વાત કરવામાં આવે તો અત્યારે ત્યા પણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, આજથી કેટલાક વર્ષો પહેલા કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ છાસવારે થતી હતી. પરંતુ અત્યારે માહોલ બદલાઈ ગયો છે. 35 વર્ષો પહેલા જે મંદિર કટ્ટરપંથીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે કાશ્મીના સૌરા ક્ષેત્રમાં આવેલું એક મંદિર 35 વર્ષ બાદ ખોલવામાં આવ્યું છે. વેચન નાગ નામથી પ્રખ્યાત આ મંદિર 1990 માં ભક્તો માટે મોટું આસ્થાનું પ્રતિક હતું. એટલું જ નહીં પરંતુ આ મંદિર દ્વારા એક વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવતું. જેમાં પ્રત્યેક દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવતો હતો.

35 વર્ષ પહેલા આ મંદિર કટ્ટરપંથીઓએ બંધ કર્યું હતું

તમને જણાવી દઈએ કે, અત્યારે આ મંદિનને ફકી શરૂ કરવામાં આવતા કાશ્મીરી પંડિતોમાં અત્યંત ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં આવેલ એક મહિલાએ જણાવ્યું હતુ કે, આ મંદિરને ખુલતું જોઈને અમને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. હું શ્રીનગર રહું છું છતાં પણ અત્યારે આ જગ્યાએ આવી શકી છે. જ્યારે આ મંદિરમાં મે પ્રવેશ કર્યો ત્યારે મને ખુબ અલગ નજોરો જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement

અહીં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા

વધુમાં કાશ્મીરી મહિલાએ કહ્યું કે, જ્યારે કાશ્મીર ગોળીઓના અવાજથી ગૂંજી રહ્યું હતું ત્યારે અમે ભાઈચારીની વાતો કરી હતીં. નોંધનીય છે કે, અત્યારે કાશ્મીરી પંડિતો માટે અત્યારે ખુબ જ ખુશીનો દિવસ છે. અમે 34 વર્ષ પહેલા અહીં રહેતા હતા, એ દિવસો પાછા આવવા જોઈએ. આજે મેં મંદિરની મુલાકાત લીધી, જેઓ તેને લઈને આવ્યા તેમનો આભાર.

કાશ્મીરી પંડિતોમાં છવાઓ આનંદ

તમને જણાવી દઈએ કે, અત્યારે જમ્મું અને કાશ્મીર (Kashmir)માં ખુબ જ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો કાશ્મીરમાં છાસવારે આતંકી હુમલા અને પથ્થરમારા જેવી ઘટનાઓ બનતી હતી. પરંતુ જ્યારથી જમ્મુ કાશ્મીરને 370 ની કલમથી મુક્ત કરવામાં આવ્યું છે ત્યારથી અહીંનો માહોલ બદલાઈ ગયો છે. અહીં પણ હવે ભારતીય બંધારણની તમાલ કલામો અને કાયદાઓ લાગુ પડે છે.

આ પણ વાંચો: BJP New Song : ‘એટલે જ દરેક મોદીને પસંદ કરે છે’, ભાજપે 12 ભાષાઓમાં નવું ગીત રજૂ કર્યું…

આ પણ વાંચો: Rajasthan Elections – ”मैं हूं मोदी का परिवार’ પત્રિકા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરશે

આ પણ વાંચો: ભાજપના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઈ

Tags :
Advertisement

.

×