ભારતમાં The Conjuring: Last Rites એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ, 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનર બની!
- ભારતમાં The Conjuring: Last Rites એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ
- આ હોરર ફિલ્મ 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનર ફિલ્મ બની છે
- હોલીવુડ હોરર ફિલ્મ, ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
હોલીવુડ હોરર ફિલ્મ, ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઇટ્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ધ કોન્જ્યુરિંગ યુનિવર્સની 9મી અને છેલ્લી ફિલ્મે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઇતિહાસ રચ્યો છે. વેરા ફાર્મિગા અને પેટ્રિક વિલ્સન અભિનીત આ ફિલ્મે ભારતમાં સૌથી મોટી ઓપનિંગ લઇને નવો રેર્કોડ બનાવ્યો છે.
The Conjuring: Last Rites એ બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ
ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સે ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો, 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનર બની!5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં 'બાગી 4', 'ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ' અને 'ધ બેંગાલ ફાઇલ્સ' સામેલ હતી. પરંતુ આ હોરર ડ્રામા ફિલ્મ 'ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ'એ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે. આ ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે 17.5 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી અને 2025ની કોઈપણ હોલીવુડ ફિલ્મ માટે સૌથી મોટી ઓપનિંગ ડે કલેક્શન લઇને ઇતિહાસ રચ્યો છે. 'ધ નન'નો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
The Conjuring: Last Rites એ ભારતમાં આટલા કરોડ કમાયા
નોંધનીય છે કે માઈકલ ચાવ્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 17.1 કરોડની કમાણી સાથે 'ધ નન'નો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. 2018માં 'ધ નન'એ 10 કરોડની ઓપનિંગ સાથે ભારતમાં સૌથી મોટી હોરર ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ 'ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ'એ 'બાગી 4', 'પરમ સુંદરી' અને 'ધ બંગાલ ફાઇલ્સ' જેવી ફિલ્મોને પાછળ છોડીને નવો ઈતિહાસ રચ્યો.2025ની ટોચની હોલીવુડ ઓપનર
ભારતમાં 17.1 કરોડની કમાણી સાથે આ ફિલ્મે ટોમ ક્રૂઝની 'મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' (16.5 કરોડ) અને 'જુરાસિક વર્લ્ડ રિબર્થ' (9.25 કરોડ) જેવી ફિલ્મોને પછાડીને 2025ની સૌથી મોટી હોલીવુડ ઓપનરનું સ્થાન મેળવ્યું. વૈશ્વિક સ્તરે આ ફિલ્મે 250 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.
2025ના ટોચના હોલીવુડ ઓપનર્સ ફિલ્મ
ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ - 17.1 કરોડ
મિશન: ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ - 16.5 કરોડ
જુરાસિક વર્લ્ડ રિબર્થ - 9.25 કરોડ
આ ફિલ્મની હોરર અને ડ્રામાની શાનદાર જોડીએ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવ્યા છે. જો તમે હોરર ફિલ્મોના શોખીન છો, તો આ ફિલ્મ તમારા માટે એક રોમાંચક અનુભવ હશે!
આ પણ વાંચો: તાન્યા મિત્તલના રાઝ ખોલવા લઈ રહ્યો છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી? વાંચો બિગબોસમાં આવી રહેલા ટ્વિસ્ટ વિશે


