Narmada : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, કોર્ટે જામીન નામંજૂર કર્યા
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા
- વકીલ ગોપાલ ઈટાલિયાની દલીલો છતાં જામીન નામંજૂર
- ચૈતર વસાવા પર તાલુકા પ્રમુખ પર હુમલાનો આરોપ
- પોલીસે માંગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
ગત રોજ તાલુકા પંચાયતની ATVT ની મીટીંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો કરી માર માર્યો હતો. જે બાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો. રાજપીપળા ડિસ્ટ્રીક કોર્ટમાં પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કરતા પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઈટાલીયાએ દલીલ કરી હતી. ગોપાલ ઈટાલીયાએ ચૈતર વસાવાના જામીન પણ માંગ્યા હતા. પરંતું રાજપીપળા કોર્ટે જામીન પણ નામંજૂર કર્યા હતા. હવે આવતીકાલે ચૈતરના વકીલ ફરી જામીન માટે અરજી કરશે.
Chaitar Vasava ના વકીલ ગોપાલ ઈટાલીયાને પોલીસે રોકતા પોલીસ અને વકીલ વચ્ચે તુતુમેમે । Gujarat First@Chaitar_Vasava @Gopal_Italia @AamAadmiParty @BJP4Gujarat #chaitarvasava #aap #bjp #narmadanews #gujaratpolitics #slapcontroversy #MLAControversy #AbuseCase #LCBInquiry… pic.twitter.com/bf72b11Tom
— Gujarat First (@GujaratFirst) July 6, 2025
ચૈતર વસાવાના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા
ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારાર 14 મુદ્દાના આધારે પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ અરજી સામે અમારા તમામ વકીલોએ જેમ કે હું હતો. એડવોકેટ જોશી હતા. તેમજ અન્ય એક વકીલ પણ હતા. ત્રણેય વકીલ દ્વારા સંયુક્ત રીતે દલીલ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે. કોઈ પણ કારણ વગર ચૈતર વસાવા પર ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી છે. જેથી તેમના લાંબા સમય સુધી અદાલતની તેમજ કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય. પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી તેમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય. આ બધા કારણોને લઈ તેમની ઉપર ગંભીર કલમો લગાવવામાં આવી છે. હકીકત એવી છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે. ત્યારથી માત્ર આદિવાસી સમાજ જ નહી ગુજરાતભરના તમામ યુવાનો, મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે.
ગોપાલ ઇટાલિયાની જીતથી ભાજપ બોખલાઈ ગયુંઃ ઈસુદાન ગઢવી
ચૈતર વસાવાની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીતથી ભાજપ બોખલાઈ ગયું છે. ભાજપના ઈશારે પોલીસ કામ કરી રહી છે. ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઈટાલિયા છે. ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે. ચૈતર વસાવા સતત કૌભાંડો ઉજાગર કરી રહ્યા છે તે ભાજપને ખટકી રહ્યું છે. મનરેગા કૌભાંડ ખુલ્લુ પાડ્યું તે ખાર રાખીને ચૈતર વસાવા સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જો ધારાસભ્યની ખોટી રીતે ધરપકડ કરાતી હોય અને સામે એની ફરિયાદ ન લેવામાં આવતી હોય તો એક સામાન્ય આદિવાસી વ્યક્તિની શું હાલત હશે?
આ પણ વાંચોઃ આરોપીને જેલ મુક્ત કરાવવા પેટે 40 લાખ પડાવનારા Gujarat High Court ના મહિલા એડવૉકેટે સામે ફરિયાદ
આપ ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું
નર્મદાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકોને ડેડીયાપાડા પહોંચવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ડેડીયાપાડાથી રાજપીપળા લાવતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Gujarat First ન્યૂઝ ચેનલ દ્વારા 'ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


