6 કલાક બાદ અંતે વાવાઝોડાની આંખનું લેન્ડફૉલ
અંતે બિપરજોય સંપૂર્ણપણે જખૌના દરિયાકાંઠે ટકરાયું છે. 6 કલાક બાદ અંતે વાવાઝોડાની આંખનું લેન્ડફૉલ થયું છે. અને વાવાઝોડાની વિનાશક અસરો દરિયાકાંઠે દેખાવાની હવે શરુઆત થશે. છેલ્લા 5 કલાકથી બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં ભારે તબાહી મચાવી રહ્યું છે. ઠેર ઠેર...
Advertisement
અંતે બિપરજોય સંપૂર્ણપણે જખૌના દરિયાકાંઠે ટકરાયું છે. 6 કલાક બાદ અંતે વાવાઝોડાની આંખનું લેન્ડફૉલ થયું છે. અને
વાવાઝોડાની વિનાશક અસરો દરિયાકાંઠે દેખાવાની હવે શરુઆત થશે.
વાવાઝોડાની વિનાશક અસરો દરિયાકાંઠે દેખાવાની હવે શરુઆત થશે.
છેલ્લા 5 કલાકથી બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં ભારે તબાહી મચાવી રહ્યું છે. ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે અને વીજ પોલ તૂટી પડ્યા છે. સમગ્ર કચ્છમાં અંધારપટ છવાયેલો છે.
તોફાન પહેલાની શાંતિનો આભાસ થઇ રહ્યો છે
જખૌ અને નલીયાના સંવાદદાતા કૌશિક છાયા પાસેથી મળેલી માહિતી મુજબ અત્યારે રાત્રે સવા બાર વાગે વાતાવરણ એકદમ શાંત છે અને જાણે કે તોફાન પહેલાની શાંતિનો આભાસ થઇ રહ્યો છે. વરસાદ બંધ છે અને પવનની ગતિ પણ સામાન્ય છે. આકાશમાં વીજળીના ચમકારા થઇ રહ્યા છે.
કચ્છમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ
બીજી તરફ રાજ્યના રાહત કમિશનર આલોક કુમારે કહ્યું કે છેલ્લી સ્થિતિ પ્રમાણે સાયકલોનની આંખ કચ્છ બોર્ડર પરથી પસાર થઈ રહી છે. લેન્ડ ફોલ વખતે હવાની ગતિ 108 km સુધી પહોંચી હતી અને સરેરાશ 80km હવાની સ્પીડ રહી છે.વાવાઝોડાના કારણે કચ્છમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
940 ગામડાઓમાં વિજપોલ પડી ગયા
વાવાઝોડાના અસરગ્રસ્ત ગામોમાં 940 ગામડાઓમાં વિજપોલ પડી જવાના કારણે વીજળી ઠપ્પ થઈ છે. જો કે તેમણે કહ્યું હતું કે માનવ મૃત્યુંનો એક પણ બનાવ હજું બની નથી. વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 23 પશુના મોત થયા છે. તેમણે એમ પણ કહ્યું કે વાવાઝોડાના કારણે પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


