Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DUNKI ફિલ્મનો પહેલો REVIEW આવ્યો સામે, દુબઇમાં ફિલ્મને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

આ ડિસેમ્બર મહિનો બોલિવૂડ ફિલ્મો માટે ઘણો સારો રહ્યો છે, જ્યા ANIMAL જેવી ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ધમાકેદાર કમાણી કરી છે. પરંતુ હજુ તો આ મહિનામાં હજી બે ફિલ્મો આવવાની બાકી છે. જેમાં DUNKIઅને SALAAR નો સમાવેશ થાય છે. ‘Tow’...
dunki ફિલ્મનો પહેલો review આવ્યો સામે  દુબઇમાં ફિલ્મને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Advertisement

આ ડિસેમ્બર મહિનો બોલિવૂડ ફિલ્મો માટે ઘણો સારો રહ્યો છે, જ્યા ANIMAL જેવી ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ધમાકેદાર કમાણી કરી છે. પરંતુ હજુ તો આ મહિનામાં હજી બે ફિલ્મો આવવાની બાકી છે. જેમાં DUNKIઅને SALAAR નો સમાવેશ થાય છે.

Advertisement

SALAAR અને DUNKI વચ્ચે થશે ટક્કર

Advertisement

Image

21 ડિસેમ્બરના રોજ DUNKI ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે, રાજકુમાર હીરાનીની આ ફિલ્મમાં તાપસી પન્નુ પહેલીવાર શાહરૂખ સાથે જોવા મળશે. આ વર્ષે શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ હશે. શાહરૂખની ફિલ્મોનો ક્રેઝ સોશિયલ મીડિયા પર બમ્પર રીતે જોવા મળી રહ્યો છે. 'DUNKI' અને 'SALAAR વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. એડવાન્સ બુકિંગના મામલે બંને ફિલ્મો વચ્ચે ગાઢ સ્પર્ધા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોણ આગળ વધી રહ્યું છે અને કોણ પાછળ છે. આ દરમિયાન શાહરૂખ ખાનની ફિલ્મનો પહેલો રિવ્યુ પણ આવી ગયો છે. તો ચાલો જાણીએ ફિલ્મ વિશે શું કહેવામાં આવ્યું છે.

પહેલા જ રિવ્યૂમાં ફિલ્મને મળ્યા વખાણ

ફિલ્મ બિઝનેસ નિષ્ણાત અને નિર્માતા ગિરીશ જોહરે પોસ્ટ કર્યું છે, અને આ ફિલ્મની ઘણી તારીફ કરી છે.

દુબઈમાં ફિલ્મને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

‘ DUNKI’ એ દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાતમાં વોક સિનેમાસ ખાતે સેન્સર બોર્ડના સ્ક્રીનિંગ દરમિયાન સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન એ દુબઇમાં પણ ઘણો લોકપ્રિય છે, એટલું જ નહિ શાહરુખને ગ્લોબલ સ્ટાર પણ ગણવામાં આવે છે.

‘ DUNKI’ ફિમેલ ફેન્સ માટે ખાસ

બે શાનદાર ફિલ્મો SALAAR અને DUNKI વચ્ચે હવે બધાની નજર ' DUNKI' પર છે. શાહરુખના ચાહકોનું માનવું છે કે જો શાહરુખ અને રાજકુમાર હિરાણી એકસાથે આવ્યા છે તો તે બોક્સ ઓફિસ પર ધમાકો કરવાની ખાતરી છે. લોકો કહે છે કે ‘ DUNKI’ શાહરૂખ ખાનના પરંપરાગત ચાહકો માટે છે જેમને શાહરૂખનો રોમાંસ ગમે છે.

આ પણ વાંચો -- સુરેશ ઓબેરોય વિવેક અને ઐશ્વર્યા રાયના સંબંધોથી અજાણ હતા, સલમાન ખાન વિશે કહ્યું કે……

Tags :
Advertisement

.

×