ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

France : ન્યૂ કેલેડોનિયામાં સ્થિતિ બગડતાં ઇમરજન્સી લદાઇ

France : ફ્રેન્ચ સરકારે બુધવારે ન્યૂ કેલેડોનિયામાં ઓછામાં ઓછા 12 દિવસ માટે કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ પગલા પાછળ ફ્રાન્સ (France ) ની સરકારનો ઉદ્દેશ્ય પ્રશાંત ક્ષેત્રમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને...
09:13 AM May 16, 2024 IST | Vipul Pandya
France : ફ્રેન્ચ સરકારે બુધવારે ન્યૂ કેલેડોનિયામાં ઓછામાં ઓછા 12 દિવસ માટે કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ પગલા પાછળ ફ્રાન્સ (France ) ની સરકારનો ઉદ્દેશ્ય પ્રશાંત ક્ષેત્રમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને...
French government

France : ફ્રેન્ચ સરકારે બુધવારે ન્યૂ કેલેડોનિયામાં ઓછામાં ઓછા 12 દિવસ માટે કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ પગલા પાછળ ફ્રાન્સ (France ) ની સરકારનો ઉદ્દેશ્ય પ્રશાંત ક્ષેત્રમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે પોલીસને વધુ સત્તા પ્રદાન કરવાનો છે. તમને જણાવી દઈએ કે ન્યૂ કેલેડોનિયામાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. ફ્રેન્ચ સરકારના પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટે બુધવારે બપોરે પેરિસમાં કેબિનેટની બેઠક બાદ કટોકટીની સ્થિતિ લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં 130 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 300થી વધુ ઘાયલ થયા છે.

પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ

ન્યૂ કેલેડોનિયામાં સોમવારે મતદાર યાદીને વિસ્તૃત કરવાના ફ્રાન્સના પ્રયાસો સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ન્યુ કેલેડોનિયા ટાપુઓમાં સ્વતંત્રતા ઇચ્છતા મુળ નિવાસી કનાકાઓ અને જેઓ ફ્રાંસનો ભાગ રહેવા માંગે છે તેઓ વચ્ચે દાયકાઓથી તંગદિલી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે મંગળવારે ન્યૂ કેલેડોનિયામાં પોલીસ મોકલી હતી. રાજધાની નૌમિયામાં અને તેની આસપાસ કરફ્યું અને ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.

રાષ્ટ્રપતિની ન્યૂ કેલેડોનિયામાં પરિસ્થિતિ પર બેઠક

કટોકટીની સ્થિતિ લાદતા પહેલા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ પેસિફિક પ્રદેશ ન્યુ કેલેડોનિયામાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ટોચના પ્રધાનો સાથે મુલાકાત કરી. ન્યૂ કેલેડોનિયાની માંગ સાંભળીને મેક્રોન પણ ચોંકી ગયા હતા. આવી સ્થિતિમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈમરજન્સી લાદવામાં આવી હતી. વિશેષ સંરક્ષણ અને સુરક્ષા પરિષદની બેઠકોમાં સામાન્ય રીતે મેક્રોન અને વડાપ્રધાન ગેબ્રિયલ અટલ અને સંરક્ષણ, આંતરિક, અર્થતંત્ર અને વિદેશી બાબતોના પ્રધાનો સહિત પસંદગીના અધિકારીઓ હાજરી આપે છે. બંધારણીય સુધારાને લઈને થયેલી હિંસા વચ્ચે બુધવારે અહીં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ન્યૂ કેલેડોનિયામાં લાંબા સમયથી સ્વતંત્રતાની માંગ વધી રહી છે.

આ પણ વાંચો----- Slovakia PM Robert Fico: સરા-જાહેર સ્લોવાકિયાના વડાપ્રધાન પર 4 વાર ફાયરિંગ કરાયું

આ પણ વાંચો---- Kenya માં પૂરે તબાહી મચાવી, 267 લોકોના મોત, પીડિતો માટે ભારત બન્યું મદદગાર…

Tags :
EmergencyFranceFrench governmentFrench Pacific regionNew CaledoniaParispresident emmanuel macronViolent protests
Next Article