Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મધ્ય પ્રદેશમાં 'ઝેરી' Cough Syrup નો કહેર યથાવત, છિંદવાડા બાદ હવે બેતૂલમાં પણ બે બાળકોના મોત

મધ્ય પ્રદેશમાં 'જીવલેણ' Cough Syrup પીવાના કારણે બાળકોના મૃત્યુનો સિલસિલો થમી રહ્યો નથી.
મધ્ય પ્રદેશમાં  ઝેરી  cough syrup નો કહેર યથાવત  છિંદવાડા બાદ હવે બેતૂલમાં પણ બે બાળકોના મોત
Advertisement
  • મધ્ય પ્રદેશમાં 'ઝેરી' કફ સિરપ (Cough Syrup )નો કહેર યથાવત
  • છિંદવાડા બાદ હવે બેતૂલમાં પણ બે બાળકોના મોત
  • કોલ્ડ્રિફ (Coldrif) કફ સિરપ આપવામાં આવી હતી

મધ્ય પ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ (Cough Syrup ) પીવાના કારણે બાળકોના મૃત્યુનો સિલસિલો થમી રહ્યો નથી. છિંદવાડા જિલ્લા બાદ હવે બેતૂલ જિલ્લામાં પણ બે બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ બંને બાળકોનું મૃત્યુ કિડની ફેલ થવાથી થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને બાળકોની સારવાર ડો. પ્રવીણ સોનીએ કરી હતી અને તેમને કોલ્ડ્રિફ (Coldrif) કફ સિરપ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બેતૂલના પાડોશી જિલ્લા છિંદવાડામાં આ જ જોખમી કફ સિરપ પીવાથી અત્યાર સુધીમાં કુલ 14 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે.

મધ્ય પ્રદેશમાં 'ઝેરી' કફ સિરપ (Cough Syrup )નો કહેર યથાવત

ઉલ્લેખનીય છે કે છિંદવાડામાં કફ સિરપના કારણે થયેલા બાળકોના મૃત્યુના મામલે પ્રશાસને મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. એડીએમ ધીરેન્દ્ર સિંહે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૪ બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે આ તમામ કેસોમાં વળતર મંજૂર કરી દેવામાં આવ્યું છે અને રકમ મૃતકના પરિજનોના ખાતામાં જમા પણ થઈ ગઈ છે.વધુમાં, છિંદવાડાના ૮ બાળકો હાલ નાગપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ પર નજર રાખવા માટે પ્રશાસન દ્વારા એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ડૉક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે.

Advertisement

Cough Syrup મામલે હવે  SITની રચના કરવામાં આવી છે

એડીએમ સિંહે જણાવ્યું કે ડ્રગ કંટ્રોલરની એક ટીમ પણ બનાવવામાં આવી છે, જે પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપની શોધમાં દરોડા પાડી રહી છે અને જપ્તી કરી રહી છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ખાસ તપાસ દળ (SIT) ની પણ રચના કરવામાં આવી છે, જે દવાની સપ્લાય ચેઇન અને ઉત્પાદન પ્રક્રિયાની તપાસ કરવા માટે તમિલનાડુ જઈ રહી છે. પ્રશાસને ખાતરી આપી છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સિરપ સંબંધિત દરેક જથ્થા પર કડક દેખરેખ રાખવામાં આવશે.

Advertisement

Cough Syrup નો સ્ટોક સીલ કરાવી દેવામાં આવ્યું

આ ઘટનાક્રમ વચ્ચે, જબલપુરમાં પણ પ્રશાસન અને આરોગ્ય વિભાગે જબલપુર સ્થિત કાતારિયા ફાર્માસ્યુટિકલ્સના ડિસ્ટ્રિબ્યુટરના ગોદામને સીલ કરી દીધું છે. નાયબ તહસીલદાર આદર્શ જૈને જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આ કફ સિરપનું સપ્લાય આ અધિકૃત વિતરક પાસેથી જ કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને એસડીએમના નિર્દેશ પર આ સિરપનો સ્ટોક જ્યાં રાખવામાં આવ્યો હતો તે ગોદામને સીલ કરવામાં આવ્યું છે.ડ્રગ ઇન્સ્પેક્ટર પ્રવીણ પટેલે જણાવ્યું કે કોલ્ડ્રિફ સિરપનો તમામ સ્ટોક તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવાયો હતો અને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં આ સિરપને 'સબસ્ટાન્ડર્ડ' (ગુણવત્તાના ધોરણથી નીચેનું) જાહેર કરાયા બાદ કાર્યવાહી વધુ ઝડપી કરવામાં આવી અને દવાની જપ્તી કરવામાં આવી. અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે અને પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ આ બ્રાન્ડની સિરપની ટ્રેસિંગ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  Cough Syrup Advisory : માતા-પિતા સાવધાન! કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

Tags :
Advertisement

.

×