Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનમાં ફેલાતા નવા HMPV virus પર ભારત સરકારે મોટી જાણકારી આપી

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખે છે
ચીનમાં ફેલાતા નવા hmpv virus પર ભારત સરકારે મોટી જાણકારી આપી
Advertisement
  • ભારતે ચીનમાં HMPV વાયરસ મામલે નજર રાખેલ છે
  • ભારતની વર્તમાન પરિસ્થિતિથીએ ગભરાવાની જરૂર નથી
  • લોકોને સામાન્ય સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખે છે અને ચીનમાં હ્યૂમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ફાટી નીકળવાના તાજેતરના સમાચારોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી છે.

યુવાનો અને વૃદ્ધ લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વિગતવાર માહિતી આપીશું." આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (DGHS) ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે હ્યૂમન મેટાપ્યુમોવાયરસ (HMPV)એ અન્ય શ્વસન વાયરસની જેમ છે, જે સામાન્ય શરદીનું કારણ બને છે. તેમણે કહ્યું કે તે યુવાનો અને વૃદ્ધ લોકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.

Advertisement

વર્તમાન પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી

તેમણે કહ્યું, 'ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના પ્રકોપ અંગેના અહેવાલો આવ્યા છે. જો કે, અમે દેશમાં (ભારત) માં શ્વસન રોગના પ્રકોપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. ડિસેમ્બર 2024ના આંકડામાં કોઈ ખાસ વધારો થયો નથી. અમારી કોઈપણ આરોગ્ય સંસ્થામાંથી મોટી સંખ્યામાં કેસ નોંધાયા નથી. વર્તમાન પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી.

Advertisement

ખાંસી અને શરદી હોય તો તેણે અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું

ડૉ. ગોયલે કહ્યું, 'કોઈ પણ સંજોગોમાં, શિયાળા દરમિયાન શ્વસન ચેપની ઘટનાઓ વધે છે, જેના માટે સામાન્ય રીતે અમારી હોસ્પિટલોમાં આવશ્યક સામગ્રી અને પથારીની વ્યવસ્થા કરવામાં આવે છે.' તેમણે લોકોને શ્વસનતંત્રના ચેપને રોકવા માટે સામાન્ય સાવચેતી રાખવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જો કોઈને ખાંસી અને શરદી હોય તો તેણે અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ જેથી ચેપ ન ફેલાય.

આ પણ વાંચો: HMPV વાયરસથી ચીનમાં ભયાનક સ્થિતિ? ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોથી ફેલાયો ગભરાટ

Tags :
Advertisement

.

×