Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાઓ પોતાની સાસુની ગુલામ નથી, જાણો કેમ કહ્યું અદાલતે

કેરળ હાઈકોર્ટે ગુરુવારે છૂટાછેડાના કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે મહિલાઓ માતા અને સાસુની ગુલામ નથી. અદાલતે કહ્યું કે આ વર્ષ 2023 ચાલી રહ્યું છે. ફેમિલી કોર્ટના આદેશની ટીકા કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન કોર્ટે ફેમિલી કોર્ટની પિતૃસત્તાક...
મહિલાઓ પોતાની સાસુની ગુલામ નથી  જાણો કેમ કહ્યું અદાલતે
Advertisement

કેરળ હાઈકોર્ટે ગુરુવારે છૂટાછેડાના કેસમાં ટિપ્પણી કરતા કહ્યું કે મહિલાઓ માતા અને સાસુની ગુલામ નથી. અદાલતે કહ્યું કે આ વર્ષ 2023 ચાલી રહ્યું છે. ફેમિલી કોર્ટના આદેશની ટીકા કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન કોર્ટે ફેમિલી કોર્ટની પિતૃસત્તાક ટિપ્પણીઓની પણ મૌખિક ટીકા કરી હતી. ન્યાયાધીશે કહ્યું કે ત્રિશૂરની ફેમિલી કોર્ટે અગાઉ મહિલાની ફરિયાદોને સામાન્ય ગણાવીને છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી.

ફેમિલી કોર્ટના આદેશ પર ટિપ્પણી

Advertisement

અદાલતે કહ્યું કે ફેમિલી કોર્ટનો આદેશ ખૂબ જ પરેશાન કરનાર અને પિતૃસત્તાક છે. તેમણે કહ્યું કે આ 2023 વર્ષ છે અને હવે પહેલા જેવું નથી. સુનાવણી દરમિયાન પતિના વકીલે કહ્યું કે ત્રિશૂર ફેમિલી કોર્ટે મહિલાને તેની માતા અને સાસુની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે. આ મામલાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ મહિલાને તેની માતા કે સાસુથી નીચી ન ગણવી જોઈએ. અદાલતે કહ્યું કે મહિલાઓ તેમની માતા કે સાસુની ગુલામ નથી.

Advertisement

સ્ત્રીની સંમતિ પણ જરૂરી છે

અદાલતે પતિના વકીલની દલીલ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો કે હાલના વિવાદોને કોર્ટની બહાર સરળતાથી ઉકેલી શકાય છે. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર કોર્ટની બહાર સમાધાન માટે નિર્દેશ આપી શકે છે. આમાં મહિલાની પણ સંમતિ હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે મહિલાનું પણ પોતાનું મન છે. તમે શું કરશો? શું તમે તેને બાંધી રાખશો? શું તમે તેના પર સમાધાન માટે દબાણ કરશો? અદાલતે મહિલાના પતિને કહ્યું કે આ જ કારણ છે કે તે તમને છોડવા માટે મજબૂર છે.

છુટાછેડાના કેસની સુનાવણી

અદાલત થાલાસેરી ખાતેની ફેમિલી કોર્ટમાં પેન્ડિગ તલાક કેસ ટ્રાન્સફર કરવા માટે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી. મહિલા રોજગાર અર્થે બાળક સાથે માહે ગઈ છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે લગ્ન બાદ તે શરૂઆતમાં ઝઘડા અને ગેરવર્તણૂકના કારણે પિતાના ઘરે જતી રહી હતી. ત્રિશુરની કોર્ટમાં તેની પ્રથમ છૂટાછેડાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મહિલાએ કોટ્ટારકારામાં અરજી દાખલ કરી હતી. કારણ કે તે તેના પિતાના ઘરની નજીક હતું.

મહિલાની દલીલ

બાદમાં મહિલાને નોકરી માટે માહે જવાનું થયું હતું. મહિલાએ હાઈકોર્ટને કહ્યું કે તેના માટે છૂટાછેડાની સુનાવણી માટે કોટ્ટારકારા જવું સરળ નહીં હોય. કારણ કે તેના બાળકની સંભાળને અસર કરશે. તેથી, મહિલાએ કોર્ટમાં છૂટાછેડાના કેસને માહેની નજીક આવેલા થાલાસેરીમાં ટ્રાન્સફર કરવા અપીલ કરી હતી. જોકે, તેના પતિએ અરજી ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. તેણે દલીલ કરી હતી કે તેની માતા, જે આ કેસમાં બીજા પ્રતિવાદી છે, તેની વૃદ્ધાવસ્થાને કારણે થેલાસેરી જઈ શકતી નથી.

આ પણ વાંચો---‘સતત આંતરિક બાબતોમાં કરતા હતા દખલ’ રાજદ્વારીઓ મામલે કેનેડાના નિવેદન પર ભારતનો જવાબ

Tags :
Advertisement

.

×