Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખેડૂતો માટેનાં Relief Package અંગે કિસાન કોંગ્રેસ ચેરમેનના સરકાર પર પ્રહાર!

ખેડૂતોની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે.
ખેડૂતો માટેનાં relief package અંગે કિસાન કોંગ્રેસ ચેરમેનના સરકાર પર પ્રહાર
Advertisement
  1. ખેડૂતોની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેનનું નિવેદન (Farmer Relief Package)
  2. જાહેર કરેલી સહાય ઓછી છે : પાલ આંબલિયા
  3. રૂ. 44 હજાર આપવાનાં હતા ત્યાં રૂ. 22 હજાર જ અપાયા: પાલ આંબલિયા

રાજ્ય સરકારે (Gujarat Government) આજે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂ.1419 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં 20 જિલ્લાના 136 તાલુકાનાં 6812 ગામનો સમાવેશ કર્યો છે અને 7 લાખથી વધુ ખેડૂતોને આ રાહત પેકેજમાં આવરી લેવાયા છે. સરકારનાં આ સહાય પેકેજ (Farmer Relief Package) મામલે હવે કિસાન કોંગ્રેસનાં ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે.

રાહત આપવામાં પણ વહાલાં દવલાંની નીતિ અખત્યાર થઇ : પાલ આંબલિયા

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ (Pal Ambalia) આરોપ લગાવતા કહ્યું કે, જાહેર કરેલી સહાય ઓછી છે. રૂ.1400 કરોડનાં પેકેજની જાહેરાત કરી તેવી જ રીતે અગાઉ આમ જ રૂ.350 કરોડનાં પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ, જ્યાં રૂ. 44 હજાર આપવાનાં હતા તેની જગ્યાએ માત્ર રૂ. 22 હજાર અપાયા હતા. ખેડૂતોને પિયતની જમીન હોવા છતાં બિનપિયતનાં ફોર્મ ભરાવ્યાં હતા. ફરજિયાત રૂ.22 હજાર આપવાનાં હતા તેમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. રાહત આપવામાં પણ વહાલાં દવલાંની નીતિ અખત્યાર થઇ.

Advertisement

આ પણ વાંચો - Gujarat :ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ

Advertisement

રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એવી સ્થિતી છે : Pal Ambalia

પાલ આંબલિયાએ (Pal Ambalia) આગળ કહ્યું કે, જ્યાં સંપૂર્ણ નુકસાન હતું ત્યાં કાંઇ ના મળ્યું અને જયાં નુકસાન નહોતું ત્યાં અઢળક આપ્યું. ખેડૂતોને ઓછામાં ઓછું એક લાખ કરોડનું નુકસાન થયું છે. મેન્યુઅલ મુજબ, રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવો પડે એવી સ્થિતી છે. ખેડૂતોનાં ચાલુ વર્ષનાં પાક ધિરાણ માફ કરવા પડે એમ છે. ખાલી પાક ધિરાણની વાત કરીએ તો પણ આંકડો રૂ.10 હજાર કરોડનું નુકસાન છે. ગુજરાતનાં (Gujarat) 104 તાલુકાઓ પર કુદરતનો કહેત વર્તાયો હતો. 15 જિલ્લાઓમાં 140 ટકા કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જો લીલો દુષ્કાળ જાહેર કરાય તો ઓછામાં ઓછા રૂ. 1 લાખ કરોડ ખેડૂતોને આપવાનાં થાય. પરંતુ, રૂ. 1 લાખ કરોડ ચૂકવવાની જગ્યાએ માત્ર રૂ.1400 કરોડ (Farmer Relief Package) આપી ખેડૂતોને ખુશ કરવાની કોશિશ કરવામાં આવી છે.

આ પણ વાંચો - VADODARA : કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે

'ખેડૂત મહાસંમેલન થવાનું છે આથી સરકારે પેકેજ જાહેર કર્યું'

પાલ આંબલિયાએ કહ્યું કે, 25 તારીખે ઘેડનાં બામણાશા ગામે સંયુક્ત કિસાન મોરચા (United Kisan Morcha) દ્વારા ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત મહાસંમેલન થવાનું છે આથી સરકારે પેકેજ જાહેર (Relief Package for Farmer) કર્યું. જાહેરાત તો કરાઇ પણ કેટલા ચૂકવાય છે તે જોવાનું રહ્યું. આ વર્ષે ખેડૂતોને ઉપર આકાશ અને નીચે ધરતી શિવાય કાંઇ બચ્યું નથી.

આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારે જગતનાં તાતની 'દિવાળી' સુધારી! 7 લાખથી વધુ ખેડૂતો માટે કરોડોનું સહાય પેકેજ જાહેર

Tags :
Advertisement

.

×