ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Good News: ટનલમાં ફસાયેલા મજૂરો હવે માત્ર 3 મીટર દૂર, ગમે ત્યારે મળી શકે સારા સમાચાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સુરંગની ઉપરથી રેટ માઇનર્સ હાલ ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહ્યા છે. આશા છે કે કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. અંદાજે 2થી 3 કલાકમાં સારા સમાચાર મળી શકે છે. બચાવ ટુકડીઓએ...
12:42 PM Nov 28, 2023 IST | Vipul Pandya
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સુરંગની ઉપરથી રેટ માઇનર્સ હાલ ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહ્યા છે. આશા છે કે કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. અંદાજે 2થી 3 કલાકમાં સારા સમાચાર મળી શકે છે. બચાવ ટુકડીઓએ...

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સુરંગની ઉપરથી રેટ માઇનર્સ હાલ ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહ્યા છે. આશા છે કે કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. અંદાજે 2થી 3 કલાકમાં સારા સમાચાર મળી શકે છે. બચાવ ટુકડીઓએ કામદારોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે. સુરંગની બહાર એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.

હવે રેટ માઇનર્સ કામદારોથી માત્ર 3 મીટર દૂર

ટનલમાં 54 મીટર પાઈપ નાખવામાં આવી છે. હવે રેટ માઇનર્સ કામદારોથી માત્ર 3 મીટર દૂર છે. એવું માનવામાં આવે છે કે કામદારોને ગમે ત્યારે બચાવી શકાય છે.

PM MODI એ મેળવી જાણકારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફરી એકવાર મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા કામદારોની રાહત અને બચાવ કાર્ય વિશે માહિતી લીધી હતી.

52 મીટર પાઇપ નાખવામાં આવી

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે 52 મીટર પાઇપ નાખવામાં આવી છે. 57 મીટરના અંતર સુધી પાઈપ નાખવાની છે. તેમણે કહ્યું કે કાટમાળને 10 મીટર સુધી ખોદવો પડ્યો. 4-5 મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. પાઇપો પણ નાખવામાં આવી છે. નિષ્ણાત મજૂરોની ટીમો રૅટ-હોલ માઇનિંગ તકનીકોનો ઉપયોગ કરીને હાથ વડે કાટમાળ દૂર કરી રહી છે. આ પછી, તેમાં 800 મીમી વ્યાસની પાઇપ નાખવામાં આવી રહી છે.

સવારથી કામગિરી ચાલું હતી.

સવારે રેટ હોલ માઇનર્સે 4-5 મીટર ખોદકામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે હવે માત્ર 7-8 મીટર ખોદકામ બાકી હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ તેમાં 800 મીમી વ્યાસની પાઇપ નાખવામાં આવશે. આના દ્વારા જ કામદારો બહાર આવશે.

કામદારો ટનલમાં લગભગ 60 મીટરના અંતરે ફસાયેલા છે

કામદારો ટનલમાં લગભગ 60 મીટરના અંતરે ફસાયેલા છે. ઓગર મશીને 48 મીટર સુધી ડ્રિલ કર્યું હતું. આ પછી મશીન ટનલમાં ફસાઈ ગયું. તેને કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. આ પછી રેટ માઇનર્સે જાતે ખોદકામ શરૂ કર્યું. સોમવારથી ચાર-પાંચ મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. બીજી તરફ મેન્યુઅલ હોરીઝોન્ટલ ડ્રિલિંગ માટે બે ખાનગી કંપનીઓની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. એક ટીમમાં 5 નિષ્ણાતો છે, જ્યારે બીજી ટીમમાં 7 છે. આ 12 સભ્યોને ઘણી ટીમોમાં વહેંચવામાં આવ્યા છે. આ ટીમો બાકીનો કાટમાળ બહાર કાઢશે. આ પછી 800 મીમી વ્યાસની પાઇપ નાખવામાં આવશે. આની મદદથી NDRFની ટીમો કામદારોને બહાર કાઢશે.

આ પણ વાંચો----RESCUE OPERATION : ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા 360 ડિગ્રીએ ચાલી રહ્યું છે ઓપરેશન, વાંચો, અહેવાલ

Tags :
Operation Tunnel RescueRat Minersrescue-operationUttarakhandUttarkashi tunnel rescue
Next Article