દેશના મધ્યમ વર્ગના લોકોનાં આવશે 'અચ્છે દિન'...નાણામંત્રીએ કહીં આ વાત
- નિર્મલા સીતારમણે એક યુઝર્સે મદદ માગી
- સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ
- 1.4 હજારથી વધુ યુઝર્સ આ પોસ્ટને લાઈક કર્યા
Finance Minister:દેશમાં સતત વધી રહેલી મોંઘવારીની અસર દરેક વર્ગ પર પડી રહી છે, જેનાથી લોકોની સમસ્યા સતત વધી રહી છે. સામાન્ય જનતા મોંઘવારીના આ સમયમાં સરકાર પાસે રાહતની આશા કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક યુઝરે મોંઘવારી મુદ્દે કરેલી પોસ્ટને કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપીને ચર્ચાને જોર આપ્યું છે.
નાણામંત્રીએ શું કહ્યું
આ પોસ્ટનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તમારી સમજણ અને પ્રશંસા માટે હું તમારો આભાર માનું છું. ફુગાવા અંગેની તમારી ચિંતા હું સમજું છું. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર એક જવાબદાર સરકાર છે જે લોકોની વાત સાંભળે છે અને તેમના પર ધ્યાન આપે છે. તમારું ઇનપુટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ
નાણામંત્રીનો આ જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. અત્યાર સુધીમાં 1.4 હજારથી વધુ યુઝર્સ આ પોસ્ટને લાઈક કરી ચૂક્યા છે અને 300થી વધુ લોકોએ કમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે નાણામંત્રીના આ પગલાના વખાણ કર્યા છે અને મધ્યમ વર્ગની સમસ્યાઓને સમજવા માટે સરકાર આ દિશામાં નક્કર પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. નાણામંત્રીના જવાબ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો સિલસિલો શરૂ થયો છે. કેટલાક લોકોએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર મોંઘવારી પર અંકુશ લાવવા અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટૂંક સમયમાં નવા પગલાં લેશે. તે જ સમયે, કેટલાકે પ્રશ્ન કર્યો કે શું માત્ર પ્રતિક્રિયાઓ આપવાથી પરિસ્થિતિમાં સુધારો થશે? અથવા આ માટે નક્કર નીતિઓ અમલમાં મૂકવામાં આવશે.
Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.
PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024
આ પણ વાંચો -Gold Silver Price Today :સતત ઘટાડા બાદ સોના-ચાંદીના ભવમાં ફરી ઉછાળો,જાણો નવો ભાવ
યુઝર્સે મદદ માગી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તુષાર નામના યુઝરે નાણા મંત્રીને ટેગ કરતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે અમે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. જો કે વધતી જતી મોંઘવારીએ મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હું નાણામંત્રીને નમ્રતાપૂર્વક આ વિભાગમાં થોડી રાહત આપવા વિનંતી કરું છું. સરકાર માટે આ ચોક્કસપણે પડકારજનક છે, પરંતુ કૃપા કરીને તેનો વિચાર કરો.


