Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bilimora : ખુન કા બદલા ખુન.! વાંચો, 5 કરોડની સોપારી અને હત્યારાની જ હત્યાનો કિસ્સો..

નવસારીના બિલીમોરા શહેરમાં થયેલી હત્યાનો બદલો લેવા માટે જેલમાંથી જામીન પર છુટી આવેલા હત્યારા આરોપીને મૃતકના ભાઇ દ્વારા 5 કરોડની સોપારી આપી એક આરોપીની હત્યા કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ મામલે 6 આરોપીને ઝડપી પાડ્યા છે. ભૌતિક...
bilimora   ખુન કા બદલા ખુન   વાંચો  5 કરોડની સોપારી અને હત્યારાની જ હત્યાનો કિસ્સો
Advertisement

નવસારીના બિલીમોરા શહેરમાં થયેલી હત્યાનો બદલો લેવા માટે જેલમાંથી જામીન પર છુટી આવેલા હત્યારા આરોપીને મૃતકના ભાઇ દ્વારા 5 કરોડની સોપારી આપી એક આરોપીની હત્યા કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ મામલે 6 આરોપીને ઝડપી પાડ્યા છે.

ભૌતિક પટેલની ગત 7 એપ્રિલે થઇ હત્યા

Advertisement

ગત 18 એપ્રિલ 2023 ના રોજ નવસારીના બિલીમોરા પોલીસ મથકમાં ગણદેવી તાલુકાના છાપર ગામ દેસાઈ ફળીયા ખાતે રહેતો ભૌતિક ઉર્ફે ભાવુ ગણપત કોળી પટેલ ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ કરવા છતાં મળી ન આવતા અંતે આ તપાસ નવસારી એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરતા આ ગુમ થયેલ યુવાનની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી જેથી એલસીબી પોલીસે અમલસાડ ના હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલની અટક કરી પુછપરછ કરતા તેમણે જ તેના મિત્રો સાથે મળીને ભૌતિક પટેલની ગત 7 એપ્રિલના રોજ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

Advertisement

રેલવે ટ્રેક પાસે લાશને જમીનમાં દાટી દીધી

સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે ત્રણ હત્યારાઓ હર્ષ ટંડેલ અને આદર્શ પટેલ તેમના મિત્ર મનીષ ઉર્ફે ગુડ્ડુ ગણદેવી ચાર રસ્તા ખાતે આવેલ ભાડાના ફ્લેટ ઉપર રાત્રે 6 એપ્રિલ ના રોજ ભેગા થયા હતા અને ત્યાં ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ ને બોલાવી તેની હત્યા કરી દેવાઇ હતી. ત્યાર બાદ આ ત્રણે હત્યારાઓ ભૌતિક ઉર્ફે ભાવુની લાશને અમલસાડ થી બીલીમોરા જતા રેલવે ટ્રેકની બાજુમાં ભૂતબાપા તથા મશાણી મેલડી માટેના મંદિરની સામે સરકારી પડતર જગ્યામાં તેમના અન્ય બે મિત્રો સતીષ પટેલ અને ગિરીશ પાઠકની સાથે જમીનમા ખાડો ખોદી દાટી દીધી હતી જેના બે દીવસ બાદ ફરી તે જગ્યાએ જઈ જોતા લાશના પગ બહાર દેખાતા તેમના અન્ય બે મિત્રો મીગનેશ પટેલ અને વિશાલ હળપતિને સાથે રાખી પેટ્રોલ અને લાકડા લઇ જઈ પગને સળગાવી દીધા હતા.

મૃતક અને તેના મિત્રો દ્વારા આંતલિયાના રહેવાસી નિમેષ પટેલની હત્યા કરી હતી

જોકે આ હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ ગત 2021 માં મૃતક અને તેના મિત્રો દ્વારા આંતલિયાના રહેવાસી નિમેષ પટેલની હત્યા કરી હતી જેનો બદલો લેવા માટે નિમેષના ભાઈ કલ્પેશ પટેલે આ હત્યારાને 5 કરોડ રૂપિયાની સોપારી હતી જેમાં 9 લાખ રૂપિયા ટુકડે ટુકડે આ હત્યારાઓને ચૂકવ્યા પણ હતા.જેમાં પોલીસે હાલ 8 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી 6 જેટલા હત્યારે ઝડપી પાડ્યા છે તો હત્યા કરવા માટે સોપારી આપનાર કલ્પેશ પટેલ અને હત્યારો આદર્શ પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે.

હત્યારો જેલમાંથી છુટીને આવ્યા બાદ હત્યા

એક હત્યારો જેલમાંથી જામીન પર છૂટી ને આવ્યા બાદ અચાનક ગુમ થયના સાત મહિના બાદ તેની હત્યા થઇ હોવાનું ખુલતા પોલીસે હાલ તેની લાશ જે જગ્યા દાટી હતી ત્યાંથી તેનું કંકાલ કબ્જે કરી ફોરેન્સિકમાં મોકલી આપ્યું છે જોકે એક હત્યારાની આ રીતે હત્યા થી સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હર્ષ ઉર્ફે સિકંદર લક્ષમણ ટંડેલ,મનીષ ઉર્ફે ગુડ્ડુ રંગનાથ પાઠક,સતીષ વિનોદ પટેલ,ગિરીશ રંગનાથ પાઠક,મિગનેશ કિશોર પટેલ,વિશાલ અશોક હળપતિને ઝડપી લીધા છે જ્યારે કલ્પેશ છગન પટેલ અને આદર્શ ચંદ્રકાંત પટેલની શોધખોળ આરંભી છે.

આ પણ વાંચો---CM JAPAN VISIT: : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JBICના ચેરમેન સાથે યોજી બેઠક

Tags :
Advertisement

.

×