Maharashtra માં આ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું,સરકારે જાહેરનામું બહાર પાડ્યું
- Maharashtra માં અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું
- સરકારે અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રેલવે સ્ટેશન રાખ્યું
- રાજ્ય સરકારે જાહેરનામું બાર પાડિને સત્તાવાર જાહેરાત કરી દીધી
ભારતમાં વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલવાની અરજીને કેન્દ્ર સરકારે મહોર લગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રેલવે સ્ટેશન રાખવાની સૂચના જાહેર કરી છે. રાજ્ય સરકારે અગાઉ અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર જિલ્લો રાખ્યું હતું.
Maharashtra માં અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદવવામાં આવ્યું
નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો પ્રસ્તાવને મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. અજિત પવારના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Maharashtra માં અહમદનગર રેલવે સ્ટેશનનું નામ માટે અજિત પવારે લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે ગયા મહિને નાયબ મુખ્યમંત્રી પવારે રેલવે મંત્રી વૈષ્ણવને પત્ર લખીને શહેરના નવા નામ સાથે સ્ટેશનનું નામ બદલવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 'લાંબા સમયથી ચાલી આવતી માંગણી હવે પૂર્ણ થઈ ગઈ છે. નામ બદલવાનું વિશેષ મહત્વ છે કારણ કે આપણે પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકરની 300મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ.શહેરનું નામ અહિલ્યાનગર રાખ્યા બાદ, ઘણા સંગઠનો અને નાગરિકો માંગ કરી રહ્યા હતા કે રેલવે સ્ટેશનનું નામ પણ બદલવું જોઈએ. પવારે એમ પણ કહ્યું કે ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રેલ્વે સ્ટેશન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


