Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની થઇ જાહેરાત

છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની કરાઇ જાહેરાત વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરાને આપ્યું પ્રાધાન્ય અજીત જોગી બાદ બીજા આદિવાસી મુખ્યમંત્રી છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઇ ગઇ છે. છત્તીગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય હશે. ધારાસભ્ય દળની બેઠક...
છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયના નામની થઇ જાહેરાત
Advertisement
  • છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની કરાઇ જાહેરાત
  • વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM
  • છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરાને આપ્યું પ્રાધાન્ય
  • અજીત જોગી બાદ બીજા આદિવાસી મુખ્યમંત્રી

છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની જાહેરાત થઇ ગઇ છે. છત્તીગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નિરીક્ષકોની દેખરેખ હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર ડેપ્યુટી સીએમની પણ જાહેરાત કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તમે વિષ્ણુ દેવ સાંયને ધારાસભ્ય બનાવો, હું તેમને મોટો માણસ બનાવીશ.

વિષ્ણુદેવ સાય છત્તીસગઢના બનશે નવા મુખ્યમંત્રી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 અને 4 ડિસેમ્બરના રોજ જાહેર થયા હતા. બે રાજ્યોમાં સરકાર બની છે. જોકે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હજુ સુધી સરકાર બની નથી. જોકે, આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. વિષ્ણુ દેવ સાયને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય આજે ભાજપ વિધાયક દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિષ્ણુ દેવ સાય આદિવાસી સમુદાયમાંથી આવે છે અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

Advertisement

Advertisement

કોણ છે વિષ્ણુદેવ સાય?

વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુનકુરી વિધાનસભાથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. વિષ્ણુદેવ સાય 2020 માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતાઓમાં થાય છે. તે રમણ સિંહની પણ નજીક છે. તેઓ 1999 થી 2014 સુધી રાયગઢથી સાંસદ રહ્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અજીત જોગી પછી આદિવાસી સમુદાયમાંથી બીજા CM

છત્તીસગઢમાં સૌથી વધુ વસ્તી આદિવાસી સમુદાયની છે, પરંતુ અજીત જોગી પછી અન્ય કોઈ મુખ્યમંત્રી બની શક્યું નથી. જો કે આ સમુદાયમાંથી આવનારા વિષ્ણુદેવ સાય બીજા મુખ્યમંત્રી હશે. જણાવી દઈએ કે, રાજ્યમાં આદિવાસી સમુદાયનો હિસ્સો 32 ટકા છે અને આ સમુદાય માટે અનામત બેઠકો પર ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 29માંથી 17 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. જ્યારે 2018માં ભાજપે માત્ર ત્રણ સીટો પર જીત મેળવી હતી.

આ પણ વાંચો - BSP સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવી સોંપ્યો વારસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×