ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થશે, જાણો કોને મળશે સ્થાન

Gujarat BJP: ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થયો છે. જેમાં દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થશે. તેમાં ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ શરૂ થયુ છે. પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે લિસ્ટ તૈયાર થશે. જેમાં યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાશે. તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી પદ માટે નવું જ નામ આવી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળ સ્થાનમાં અસંતોષ ખાળવા સંગઠનમાં નિયુક્તિ થાય તેવા સંકેત છે.
11:51 AM Oct 21, 2025 IST | SANJAY

BJP, Gujarat, Ahmedabad, Jagdish Vishwakarma

Gujarat BJP: ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થયો છે. જેમાં દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થશે. તેમાં ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ શરૂ થયુ છે. પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે લિસ્ટ તૈયાર થશે. જેમાં યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાશે. તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી પદ માટે નવું જ નામ આવી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળ સ્થાનમાં અસંતોષ ખાળવા સંગઠનમાં નિયુક્તિ થાય તેવા સંકેત છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાને પ્રમોશન કે શું?

સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાને પ્રમોશન કે શું? ચર્ચા તેજ થઇ છે. તેમજ પ્રદેશ મંત્રી ધવલ દવેને પ્રમોશન સાથે મહામંત્રીમાં અટકળો તેજ થઇ છે. સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી તરીકે હાલ સાંસદ વિનોદ ચાવડા છે. મંત્રીમંડળ વિસ્તરણ પછી હવે પ્રદેશ સંગઠન પર સૌની નજર રહેશે.

Gujarat BJP: પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો

પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે ગુજરાતનો પ્રવાસ શરૂ કરી કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો છે. સાથે સાથે ઝોન વાઇઝ જાહેરસભા યોજવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત આગામી મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે નવી ટીમને આખરી ઓપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયુ

પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયુ છે. જૂના જોગીઓના અનુભવની સાથે યુવાઓને જોડી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરાઇ છે ત્યારે હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં કેટલાંક નેતાઓની વાપસી થઈ શકે છે તો કેટલાંકને વિલા મોઢે વિદાય લેવી પડી શકે છે. અત્યારે કોને તક મળશે અને કોનુ પત્તુ કપાશે તેની અટકળો વચ્ચે પ્રદેશ માળખુ જાહેર થાય તેવી રાહ તમામ કાર્યકર જોઇ રહ્યાં છે.

આ પણ વાંચો: Gujarat: નવા વર્ષની શરૂઆત થતા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી

Tags :
AhmedabadBJPGujaratGujarat BJPJagdish Vishwakarma
Next Article