Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાને મળી હાઇકોર્ટમાંથી મોટી રાહત, આ કેસમાં મળ્યા જામીન

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં તત્કાલીન TPO મનસુખ સાગઠિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમને અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન આપ્યા છે. અગાઉ તેમને મુખ્ય અગ્નિકાંડ અને ખોટી મિનિટ્સ બુક કેસ સહિત ત્રણેય મુખ્ય કેસોમાં જામીન મળી ચૂક્યા છે.
રાજકોટ trp ગેમ ઝોન અગ્નિકાંડમાં તત્કાલીન tpo મનસુખ સાગઠિયાને મળી હાઇકોર્ટમાંથી મોટી રાહત  આ કેસમાં મળ્યા જામીન
Advertisement
  •  રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા લઈને  સમાચાર
  • તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને HCની મોટી રાહત
  • અપ્રમાણસર મિલકતના કેસમાં હાઇકોર્ટે આપ્યા જામીન
  • અગાઉ બે કેસમાં મનસુખ સાગઠિયાને મળી ચુક્યા છે જામીન
  • TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને મળ્યા હતા જામીન
  • ખોટી મિનિટ્સ બુક કેસમાં પણ સાગઠિયાને જામીન મળ્યા હતા

રાજકોટના ગોઝારા ટીઆરપી (TRP) ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમને અપ્રમાણસર મિલકત (Disproportionate Assets)ના ગંભીર કેસમાં જામીન આપવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય સાગઠિયા માટે ખૂબ જ મહત્ત્વનો ગણાય છે, કારણ કે TRP અગ્નિકાંડ સંબંધિત કુલ ત્રણ કેસોમાં તેઓ ફસાયેલા હતા, અને હવે આ ત્રણેય કેસોમાં તેમને કાયદાકીય રાહત મળી ચૂકી છે.

તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને HCની મોટી રાહત

નોંધનીય છે કે મનસુખ સાગઠિયાને આ પહેલા પણ બે અન્ય મુખ્ય કેસોમાં જામીન મળી ચૂક્યા હતા. 27 લોકોના ભોગ લેનાર મુખ્ય ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગંભીર બેદરકારી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમને અગાઉ જામીન મળ્યા હતા. આ ઉપરાંત, ગેમ ઝોનને લગતા દસ્તાવેજોમાં ચેડાં કરવા અને ખોટી મિનિટ્સ બુક બનાવવાની ગેરરીતિ સાથે સંબંધિત કેસમાં પણ તેમને જામીન મળ્યા હતા.

Advertisement


Advertisement

તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને  અપ્રમાણસર મિલકત કેસમાં જામીન

હવે અપ્રમાણસર મિલકતના કેસમાં પણ હાઇકોર્ટ દ્વારા જામીન મળતાં, સાગઠિયાને જેલમાંથી મુક્ત થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે, અગ્નિકાંડના કેસમાં તપાસ અને કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલુ રહેશે, પરંતુ જામીન મળવાથી તેમને મોટી રાહત મળી છે.

TRP ગેમ ઝોન ઘટના

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. આ કરૂણ અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા.આ ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પોલીસે આ મામલે તપાસના અંતે તત્કાલીન TPO મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. આ અધિકારીઓ અને સંચાલકો સામે બેદરકારી અને ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  દિવાળીના તહેવાર પર માત્ર બે કલાક જ જાહેરમાં ફટાકડા ફોડી શકશો, રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન

Tags :
Advertisement

.

×